For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નથી ઓછા થયા પેટ્રોલ અને ડિઝલના ભાવ, સરકારે કરી સ્પષ્ટતા

બજેટ રજૂ થયા પછી લોકો માટે આવ્યા છે વધુ એક સારા સમાચાર પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પણ થયો છે ઘટાડો. જાણો આ સમાચાર અંગે વધુ ખબર અહીં.

|
Google Oneindia Gujarati News

પેટ્રોલ અને ડિઝલના ભાવ સસ્તા નથી થયા. નોંધનીય છે કે નાણાં મંત્રી અરુણ જેટલીએ બજેટ રજૂ કર્યા પછી એવી ખબર આવી હતી કે પેટ્રોલ ડિઝલ પર એક્સાઇઝ ડ્યૂટી ઓછી કરી દેવામાં આવી છે. જેના કારણે પેટ્રોલ અને ડિઝલના ભાવ ઓછા થયા છે. જો કે સાંજે 4 વાગે નાણાં મંત્રીની પ્રેસવાર્તામાં જ્યારે પેટ્રોલ અને ડિઝલ અંગે સવાલ પૂછવામાં આવ્યો તો રાજસ્વ સચિવ હસમુખ અઢિયાએ કહ્યું કે પેટ્રોલ અને ડિઝલ પર એક્સાઇઝ 2 રૂપિયા ઓછું કર્યું છે અને તેથી સેસમાં પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. જે અમે એકમાત્ર બદલાવ કર્યો છે. વાસ્તવમાં પેટ્રોલ ડિઝલના અંતિમ મૂલ્ય પર કોઇ પ્રભાવ નથી પડ્યો.

petrol

વધુમાં આ વખતે ભારતમાં વિધાનસભાની ચૂંટણીઓ કેટલાક રાજ્યમાં થવાની છે તો 2019માં લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે પણ વધતા પેટ્રોલ ડિઝલના ભાવ ચૂંટણી મુદ્દો બન્યો હતો. અને કોંગ્રેસે તેની પર સવાલો પણ ઊભા કર્યા હતા. ત્યારે આવનારી ચૂંટણીને જોતા ફરી એક વાર પેટ્રોલ ડિઝલના વધતા ભાવ ચૂંટણીનો મુદ્દો બની શકે છે. ત્યારે ભાજપ સરકાર આ મામલે કોઇ ઠોસ પગલાં લઇને પેટ્રોલ ડિઝલના ભાવને નાથવાનો પ્રયાસ કરશે કે કેમ તે હવે જોવાનું રહે છે.

English summary
Union Budget 2018: Price of petrol and diesel decreased. Read more news on it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X