
ઉત્તર પ્રદેશના નવા મુખ્યમંત્રી 17 માર્ચના રોજ લેશે શપથ
ઉત્તર પ્રદેશ માં પૂર્ણ બહુમત સાથે ભાજપ સરકાર બની ચૂકી છે. પરંતુ હજુ સુધી એ ભાજપ દ્વારા મુખ્યમંત્રીનું નામ જાહેર કરવામાં નથી આવ્યું. પરંતુ એવી ખબર આવી છે કે, ઉત્તર પ્રદેશની ભાજપ સરકારના નવા મુખ્યમંત્રી 17 માર્ચના રોજ શપથ ગ્રહણ કરશે. ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી પદ માટે ભાજપના સંસદીય બોર્ડથી લઇને આરએસએસ ની બેઠક સુધી અનેક નામોની ચર્ચા થઇ રહી છે.
તો બીજી બાજુ, ઉત્તર પ્રદેશના નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કાર્યક્રમની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. શપથ ગ્રહણ કાર્યક્રમ માટે લખનઉ પોલીસ હરકતમાં આવી ગઇ છે. એસએસપી લકનઉએ પણ આસપાસના જિલ્લાઓની સુરક્ષા વ્યવસ્થા સઘન રાખવા માટે પત્ર લખ્યો છે. આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહે એવી શક્યતા છે.
અહીં વાંચો - EVM મશીન અંગે અરવિંદ કેજરીવાલે કર્યા ગંભીર સવાલો
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદ માટે રાજનાથ સિંહ નું નામ ચર્ચામાં આવતા, તેમણે આ વાત સંપૂર્ણપણે નકારી કાઢી હતી. યુપીના મુખ્યમંત્રી માટે રાજનાથ સિંહ સિવાય કેશવ પ્રસાદ મૌર્ય, મનોજ સિન્હા, સતીશ મહાના, સિદ્ધાર્થ નાથ સિંહ અને લખનઉના દિનેશ શર્માના નામ પણ ચર્ચામાં છે. મંગળવારના રોજ કેશવ પ્રસાદ મૌર્યએ વડાપ્રધાન સાથે મુલાકાત પણ કરી હતી. આ કારણે જ તેમનું નામ પણ સૌતા મોકરે માનવામાં આવી રહ્યું છે.
અત્યાર સુધી યુપીના મુખ્યમંત્રી તરીકે સૌથી યોગ્ય ઉમેદવાર તરીકે રાજનાથ સિંહનું નામ ચર્ચામાં હતું, તેઓ વર્ષ 2001માં પણ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યાં છે. તેઓ અનુભવી છે તથા સર્વ માન્ય નેતા તરીકે ઓળખાય છે. કેહવાઇ રહ્યું છે કે, બુધવારના રોજ ભાજપ ઉત્તર પ્રદેશના નવા મુખ્યમંત્રીના નામની ઘોષણા કરી શકે છે.