For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આતંકવાદી પર સપા સરકાર મહેરબાન, હટાવ્યા તમામ કેસ

|
Google Oneindia Gujarati News

લખનઉ, 25 એપ્રિલ: ચૂંટણી દરમિયાન કરવામાં આવેલ વધુ એક વચનને પૂરું કરતા સમાજવાદી પાર્ટીની સરકારે ગોરખપૂર બ્લાસ્ટના આરોપી તથા કહેવાતા આતંકવાદી તારિક કાસમીની સામે નોંધાયેલા તમામ કેસ પાછા ખેંચી લીધા છે. આવું કરતા સપા સરકારે વિપક્ષી દળોની ટીકાઓની ચિંતા પણ કરી નહીં. ઉત્તર પ્રદેશની સપા સરકારે ગોરખપૂરમાં 22 મે 2007ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટના આરોપી તથા આતંકી સંગઠન હુજી સાથે સંબંધ ધરાવનાર તારિક કાસમીની સામે નોંધાયેલ કેસ પાછો લઇ લીધો છે. રાજ્ય સરકારે બુધવારે સાંજે આ અંગેની અધિકારીક જાહેરાત કરી. ઉત્તરપ્રદેશના ગૃહ સચિવ સર્વેશ ચંદ મિશ્રએ જણાવ્યું કે ગોરખપૂરના જિલાધિકારી તેમજ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ પાસેથી રિપોર્ટ મેળવ્યા બાદ ન્યાય વિભાગના પરામર્શથી રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

akhilesh yadav

તેમણે જણાવ્યું કે કાસમીની સામે અત્યાર સુધી આરોપ નક્કી નથી થયા. સંબંધિત કોર્ટને કેસ પરત લેવાની અરજી રાજ્ય સરકારની સંસ્તુતિ ન્યાય વિભાગના માધ્યમથી મોકલવામાં આવી છે. અખિલેશ સરકારનો આ નિર્ણય છે કે, જેમાં કોઇ આતંકવાદી ઘટનાના આરોપીની સામેનો કેસ પરત કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગોરખપૂરમાં જુદા જુદા સ્થળો પર ત્રણ વિસ્ફોટોમાં છ લોકો ઘાયલ થયા હતા. આ મામલામાં ધરપકડ કરવામાં આવેલ કાસમી હાલમાં લખનઉ જેલમાં બંધ છે. ઉત્તર પ્રદેશ પોલીસના એસટીએફે તારિક અને ખાલિદ નામના એક અન્ય આરોપીને 22 ડિસેમ્બર 2007ને બારાબંકી રેલવે સ્ટેશન પરથી ભારે માત્રામાં વિસ્ફોટકોની સાથે પકડી પાડવામાં આવ્યો હોવાનો દાવો હતો, પરંતુ તારિકના પરિવારનું કહેવું છે કે તેને 12 ડિસેમ્બરના રોજ એસટીએફની ટીમે આઝમગઢથી ઉઠાવી લઇ ગયા હતા.

English summary
Samajwadi Party Government has withdrawn all the cases against the accused in Gorakhpur serial blast case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X