For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજનાથના પ્રહારો, કેન્દ્ર સરકારમાં ઇચ્છાશક્તિનો અભાવ

|
Google Oneindia Gujarati News

rajnath-singh
નવી દિલ્હી, 2 માર્ચઃ નવી દિલ્હી ખાતે ભાજપની કાર્યકારિણીની બેઠક ચાલી રહી છે. બેઠક દરમિયાન 2014માં આવનારી લોકસભાની ચૂંટણીને લઇને મહામંથન કરવામાં આવી રહ્યું છે અને બેઠકમાં આવેલા દિગ્ગજ નેતા અને કાર્યકર્તાઓ દ્વારા નરેન્દ્ર મોદીને દેશની જરૂરત અને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે ગણાવવામાં આવતા એવા અનુમાનો લગાવવામાં આવી રહ્યાં છે કે, આજની બેઠક દરમિયાન નરેન્દ્ર મોદીના નામ પર ભાજપ દ્વારા અંતિમ મહોર લગાવવામાં આવી શકે છે. આ તકે કાર્યકર્તાને સંબોધતા પાર્ટીના અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું કે આતંકવાદ સામે લડવા માટે સરકારમાં ઇચ્છા શક્તિનો અભાવ છે.

રાજનાથ સિંહે કહ્યું કે, પાકિસ્તાન ભારત સામેનું યુદ્ધ આતંકવાદ થકી કરી રહ્યું છે, આજે દેશ માટે આતંકવાદ એક મુદ્દો બની ગયો છે, પરંતુ સરકાર પાસે આતંકવાદ સામે લડવા અને તેનો સફાયો બોલાવવા માટેની ઇચ્છાશક્તિનો અભાવ છે. જે સમયે અમેરિકા પર આતંકવાદી હમલો થયો તયારે અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે વી સર્ચ યુ વી ફિનિશ યું, ઇઝરાયલ પર હુમલો થાય છે અમે તમને મારી નાખશુ ખતમ કરી નાખીશું, પરંતુ જ્યારે આપણા પર હુમલો થાય છે ત્યારે આપણે કહીએ છીએ કે અમે ક્રિકેટ નહીં રમીએ, આ હુમલો કર્યો એ કર્યો પરતું જો ફરીથી આવો હુમલો થશે તો અમે તેને સહન નહીં કરીએ, પરંતુ હુમલા સતત થઇ રહ્યાં છે.

ચીને ડેમ બનાવી નાંખ્યો પરંતુ સરકાર ચૂપ છે

પાંચ વર્ષ પહેલા મને જાણકારી મળી હતી કે આ બ્રહ્મપુત્ર નદી પર ચીન દ્વારા ડેમ બનાવવામાં આવ્યો છે, મે પ્રધાનમંત્રીને પત્ર લીખને જાણ કી હતી કે નદી પર ડેમ ના બનાવવા દો, પરંતુ તેમણે મને કહ્યું કે, રાજનાથજી આ સમાચારો ખોટા છે, એવું કંઇ થઇ રહ્યું નથી, પરંતુ સરકારે હવે સ્વિકાર કર્યો છે કે, ત્યાં ડેમ બનાવવામાં આવી રહ્યો હોવાની કામગીરી થઇ રહી છે અને ચીન ડેમ દ્વારા ડેમ બનાવવામાં આવ્યો છે, પરંતુ તેનાથી ભારતને કોઇ ખતરો નથી, સરકાર એ જાણતી નથી કે તેનાથી નોર્થ ઇસ્ટ આપણું સુકાઇ જશે, તબાહ થઇ જશે. જ્યારે કોઇ પણ ત્રણ દેશોમાંથી કોઇ નદી પસાર થાય છે અને તેના પર ડેમ બાંધવા જેવી કોઇ કામગીરી કરવાના હોય છે ત્યારે ત્રણેય દેશો અથવા બે દેશો વચ્ચે સહમતિ થવી જરૂરી છે અને આ સહમતિ થાય ત્યાર બાદ જ કોઇ દેશ ડેમનું કામ કરી શકે છે, પરંતુ ચીને આવું કંઇપણ કર્યા વગર ડેમ બનાવી દીધો. હવે સમય આવી ગયો છે કે ભારતે પોતાની કૂટનીતિની કુશળતાનો પરચો આપવો જોઇએ અને ત્રીપક્ષીય વોટર નીતિ માટે બાંગ્લાદેશ અને ચીને રાજી કરવા જોઇએ.

તામિળો શ્રીલંકામાં સંકટમાં પણ સરકારે કંઇ કર્યું નહી

શ્રીલંકા સાથેના સંબંધોની વાત કરતા તેમણે કહ્યું કે, શ્રીલંકા સાથેના સંબંધોને ઉંડા બનાવવા જોઇએ પરંતુ આજે સંબંધો સારા નથી તો તેના માટે આપણી સરાકર જવાબદાર છે, ભારતના માછીમારોને શ્રીલંકામાં હેરાના કરવામાં આવે છે તે બધાને ખબર છે પરંતુ સરકાર દ્વારા કંઇ કરાયું નથી, તામિળો સંકટમાં છે, શ્રીલંકાના રાષ્ટ્રપતિ આવ્યા હતા, ત્યારે હું જાણવા માગું છું. કે તામિળોની સુરક્ષાને લઇને શું પગલા લેવાયા છે.

English summary
addressing party worker in bjp national executive meeting rajnath singh said that upa govt willpower less.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X