ગુડિયા રેપ કેસમાં PM બોલ્યા, 'આપણે વધું સંવેદનશીલ બનવાની જરૂર'

મનમોહન સિંહે જણાવ્યું કે 'દેશમાં મહિલાઓની સ્થિતિ અને સુરક્ષા ચિંતાનો વિષય છે. આપણે આ દિશામાં સુધાર કરવાની જરૂરિયાત છે.' તેમણે જણાવ્યું કે 'નાની બાળકીની સાથે બર્બરતાએ આપણને યાદ અપાવ્યું છે કે આપણા સમાજમાંથી આ રીતે વિકૃતિને મૂડમાંથી સમાપ્ત કરવા સામુહિક પ્રયત્નો કરવાની જરૂરિયાત છે.'
પોલીસને પણ સલાહ આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે 'આવી ઘટનાઓ બાદ થનારા વિરોધ પ્રદર્શન અમને જણાવે છે કે લોકોના ગુસ્સાને સમજી તેમની ભાવનાઓ અને તેમની ચિંતાઓને સમજવાની જરૂર છે.'
મહિલાઓની સામે અપરાધો પર પ્રતિબંધ લગાવવા અંગે પ્રધામંત્રીએ જણાવ્યું કે 'અમારી સરકારે મહિલાઓની સામે અપરાધને વધુ નક્કરતાથી ઓછો કરવાની દિશામાં કાનૂનને મજબૂત બનાવવાના કાર્યને ઝડપથી આગળ વધાર્યું છે.'












Click it and Unblock the Notifications
