વેંકૈયા નાયડૂ બોલ્યા, 'શિંદે કેન ગો ટૂ હેલ'

venkaiah-naidu
નવી દિલ્હી, 22 ફેબ્રુઆરીઃ હૈદરાબાદમાં ગઇ કાલે થયેલા ત્રણ શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં આતંકી ઘટનાની લોકસભામા આજે તમામ દળોએ એક સ્વરમાં નિંદા કરતા કહ્યું કે, આ સમય આરોપ પ્રત્યારોપનો નથી અને બધાએ મળીને આતંકવાદ વિરુદ્ધના યુદ્ધમાં એક મત થવાની જરૂર છે. આ સંબંધમાં જ્યારે ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ નિવેદન આપ્યું તો જોરદાર હંગામો શરૂ થઇ ગયો. શિંદેએ લોકસભામાં કહ્યું કે તે આખી રાત ઉંઘી શક્યા નહોતા અને ટીવી પર જોતા રહ્યાં.

શિંદેના આ નિવેદન બાદ લોકસભામાં વિપક્ષી નેતા સુષ્મા સ્વરાજે શિંદેની ટીકા કરી. સ્વરાજે શિંદેના નિવેદનને બેજવાબદાર ઠેરવ્યું હતું. આ વચ્ચે રાજ્ય સભામાં શિંદેના નિવેદનને લઇને જોરદાર હંગામો મચ્યો હતો. રાજ્યસભા ભંગ કરવાની ઘોષણા કરવામાં આવી તો ભાજપના નેતા વેંકૈયા નાયડુ ગુસ્સે ભરાયા હતા. નાયડુએ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે પર આપત્તિજનક નિવેદન કર્યું હતું.

વેંકયા નાયડુએ ગુસ્સામાં કહ્યું કે, શિંદે કેન ગો ટૂ હેલ. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે સંસદના હુમલાના આરોપી અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવ્યા બાદ તેમને મારી નાંખવાની ધમકી આપવામાં આવી રહી હતી. તેમણે જણાવ્યું કે, આ ધમકી તેમને અફઝલને ફાંસી આપવામાં આવ્યા બાદ કરવામાં આવેલા નિવેદન પછી 19 ફેબ્રુઆરીએ મળી હતી. નકવીએ કહ્યું કે તેમને આ પહેલા પણ આવી ઘમકીઓ મળી રહી હતી. તેમણે સરકાર પાસે સુરક્ષાની માંગ કરી છે. હૈદરાબાદમાં થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ નકવીએ કેન્દ્ર અને આંધ્ર પ્રદેશ સરકાર પર સુરક્ષામાં ચુક રાખવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે સરકારની ઢીલી નીતિના કારણે દેશમાં આતંકવાદની વારદાતો વધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X