For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યામાં VHPની પાંચ કોસી પરિક્રમા આજથી શરૂ

|
Google Oneindia Gujarati News

લખનઉ, 22 સપ્ટેમ્બર: વિશ્વ હિન્દુ પરિષદની 84 કોસી યાત્રા પર પ્રતિબંધ લગાવીને ભલે ઉત્તર પ્રદેશ સરકારે તેમની હિમ્મત તોડવાની કોશિશ કરી હોય અને સફળ પણ થયા હોય, પરંતુ એકવાર ફરીથી વિહિપ અયોધ્યામાં પરિક્રમા યાત્રા પાર્ટ-2ની શરૂઆત કરવા જઇ રહ્યું છે.

દક્ષિણ ભારતના સંતોની અયોધ્યા પંચકોસી પરિક્રમા આજથી શરૂ થવા જઇ રહી છે. વિશ્વ હિંદુ પરિષદની પાંચ કોસી યાત્રાથી અયોધ્યાથી શરૂ થઇ રહી છે. પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી ચંપત રાયના જણાવ્યા અનુસાર આ યાત્રામાં લગભગ 100 રામભક્તો ભાગ લેશે. આ પાંચ કોસી યાત્રામાં દક્ષિણ ભારતના ચાર રાજ્યો કેરલ, તમિલનાડુ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશના લગભગ એક ડઝન સંત અને તેમના લગભગ સો રામભક્તો વીસ દિવસ સુધી ચાલનાર અયોધ્યાની પંચકોસી પરિક્રમામાં ભાગ લેશે.

vhp
કાર્યક્રમ અનુસાર આંધ્રના સંત 10 દિવસ, કર્ણાટકના સંત 6 દિવસ અને તમિળનાડુના અને કેરળના સંત 2-2 દિવસ આ પરિકર્મા યાત્રામાં ભાગ લેશે. જુદા જુદા જુથોમાં આવનાર સંત આ પરિક્રમા આવતા મહિને વિજયા દશમી એટલે કે 13 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે.

વિહિપની 5 કોસી યાત્રાને પગલે સુરક્ષાની કડક વ્યવસ્થાનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સુરક્ષાદળોને અયોધ્યામાં ગોઠવી દેવામાં આવ્યા છે. કડક સુરક્ષાની વચ્ચે આ યાત્રા કરવામાં આવી રહી છે. આ પહેલા 84 કોસી યાત્રા રોક્યા બાદ તંત્ર દ્વારા સુરક્ષાને લઇને કોઇ જોખમ લેવા નથી માગતી.

English summary
The Faizabad district administration has given conditional clearance for the Vishwa Hindu Parishad’s proposed 20-day panch kosi parikrama in Ayodhya.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X