For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: પાકિસ્તાન બૉર્ડરથી 30 કિમી દૂર પઠાણકોટમાં તૈનાત 8 અટેક હેલીકોપ્ટર અપાચે

દુનિયાનું સૌથી એડવાન્સ્ડ અટેક હેલીકોપ્ટર અપાચે આજે અધિકૃત રીતે ઈન્ડિયન એરફોર્સ (આઈએએફ)નો હિસ્સો બની ગયુ.

|
Google Oneindia Gujarati News

દુનિયાનું સૌથી એડવાન્સ્ડ અટેક હેલીકોપ્ટર અપાચે આજે અધિકૃત રીતે ઈન્ડિયન એરફોર્સ (આઈએએફ)નો હિસ્સો બની ગયુ. આઈએએફ ચીફ, એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ આ હેલીકોપ્ટરને આઈએએફ સોંપ્યુ. જે વાત સૌથી મહત્વની છે તે એ છે કે આ હેલીકોપ્ટરને આઈએએફના પઠાણકોટ સ્થિત એ એરબેઝ પર તૈનાત કરવામાં આવી રહ્યુ છે જેને જાન્યુઆરી 2016માં પાકિસ્તાનથી આવેલા આતંકીઓએ નિશાન બનાવ્યુ હતુ. આઠ અપાચે હેલીકોપ્ટર પાકિસ્તાન સીમાથી માત્ર 30થી 40 કિલોમીટરના અંતરે તૈનાત રહેશે. અમેરિકી કંપની બોઈંગ તરફથી નિર્મિત અપાચે હેલીકોપ્ટર્સ જુલાઈમાં અમેરિકાથી એએચ-64ઈ અપાચે ગાર્ડિયન હેલીકોપ્ટર્સની પહેલી બેચ ગાઝિયાબાદ સ્થિત હિંડન એરબેઝ પહોંચ્યુ હતુ.

apache

રડારની પકડથી દૂર અપાચે

બોઈંગનું અપાચે ચાર બ્લેડવાળુ અને ટ્વિન એન્જિનવાળુ હેલીકોપ્ટર છે. અપાચે દુનિયાનું પહેલુ એવુ અટેક હેલીકોપ્ટર છે જે રડારની પકડથી દૂર છે. આના કોકપિટમાં બે લોકોની ક્રૂની જગ્યા છે. પઠાણકોટમાં રુસી હેલીકોપ્ટર એમઆઈ-35નુ એક યુનિટ છે. અને આ યુનિટને રિટાયર કરી દેવામાં આવ્યુ છે. હવે આની જગ્યા એડવાન્સ્ડ હેલીકોપ્ટર અપાચેના યુનિટ આઈએએફ માટે હશે. વર્ષ 2020 સુધી ભારત પાસે 22 અપાચે હશે અને ભારત દુનિયાના એ ખાસ દેશોમાં શામેલ થઈ જશે જ્યાંની સેનાઓ અપાચે ઑપરેટ કરી રહી છે. સપ્ટેમ્બર 2015માં ભારત સરકારે અપાચેની ખરીદીને મંજૂરી આપી હતી. વર્ષ 2017માં સેના માટે વધુ છ અપાચે હેલીકોપ્ટર્સની ખરીદીને મંજૂરી આપવામાં આવી હતી. અપાચે બનાવનાર કંપની બોઈંગે મે મહિનાં અપાચે હેલીકોપ્ટર્સની પહેલી ખેપ આઈએએફને સોંપી હતી.

આ પણ વાંચોઃ ગણપતિ બાપ્પાના રંગમાં ડૂબ્યો અંબાણી પરિવાર, રણબીર-આલિયા સહિત આ દિગ્ગજો થયા શામેલઆ પણ વાંચોઃ ગણપતિ બાપ્પાના રંગમાં ડૂબ્યો અંબાણી પરિવાર, રણબીર-આલિયા સહિત આ દિગ્ગજો થયા શામેલ

English summary
Just 30 Kms away from Pakistan border attack helicopter Apache deployed in Pathankot Indian Air Force base.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X