For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Vijay Diwas: આજે પણ આપણા સૈનિકોનો ઈંતેજાર કરી રહ્યું છે આ એક ટેબલ

Vijay Diwas: આજે પણ આપણા સૈનિકોનો ઈંતેજાર કરી રહ્યું છે આ એક ટેબલ

|
Google Oneindia Gujarati News

પુણેઃ 16 ડિસેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલ ત્રીજા યુદ્ધને આજે 48 વર્ષ પૂર્ણ થઈ ગયાં છે. પાંચ ડિસેમ્બર 1971ના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે ત્રીજાં યુદ્ધની શરૂઆત થઈ હતી. આ યુદ્ધમાં પાકિસ્તાને કેટલાય એવા સૈનિકોને બંદી બનાવી લીધા હતા જેમનો આજે પણ તેમના ઘરવાળા ઈંતેજાર કરી રહ્યા છે. આ યુદ્ધના 48 વર્ષ પૂરા થવા પર આજ અમે તમને એક એવા ટેબલની કહાની સંભળાવવા જઈ રહ્યા છીએ જે આજે પણ પોતાના યુદ્ધબંદીઓનો ઈંતેજાર કરી રહ્યું છે.

શું સંદેશ આપી રહ્યું છે આ ટેબલ

શું સંદેશ આપી રહ્યું છે આ ટેબલ

નેશનલ ડિફેન્સ એકેડમી એટલે કે એનડીએ, એવી જગ્યા જ્યાં દેશ માટે એવા હિંમતવાન તૈયાર કરવામાં આવે છે, જેમણે દેશની રક્ષા અને સુરક્ષામાં પોતાના પ્રાણ ન્યૌછાવર કરવાના હોય છે. યુદ્ધબંદીઓના ઈંતજારમાં ટેબલ મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ખડકવાસલા સ્થિત આ એનડીએમાં તમને એક એવી ટેબલની કહાની સાંભળવા મળશે જે આજે પણ પોતાના સૈનિકોનો ઈંતેજાર કરી રહ્યું છે જેઓ દુશ્મનોના કબ્જામાં છે. આ એવા યુદ્ધ કેદી છે જેમને આજે દેશે ભુલાવી દીધા છે પરંતુ એનડીએના ડાઈનિંગ હોલમાં આવેલ આ બેજાન ટેબલને આજે પણ ભરોસો છે કે વીર સપૂત એક દિવસ પાછા જરૂર ફરશે.

બેબસ સૈનિકોની યાદ

બેબસ સૈનિકોની યાદ

આ ટેબલ પર એક પ્લેકાર્ડ રાખેલ છે જેના પર લખેલ છે, 'આ ટેબલ એવા એક બેબસ સૈનિકની યાદમાં છે જો દુશ્મનો સામે ઉભો હતો.' ટેબલ આજે પણ તેવા સૈનિકોનો ઈંતેજાર કરી રહ્યું છે, જેમણે વર્ષ 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલ યુદ્ધમાં ભાલ લીધો હતો. તેવા સૈનિકો જો દેશની રક્ષા માટે સીમા પર દરેક પળ તહેનાત રહેતા હતા પરંતુ આજે યુદ્ધ કેદી તરીકે ઓળખાય છે.

શું કહે છે ટેબલનું લાલ ગુલાબ

શું કહે છે ટેબલનું લાલ ગુલાબ

ટેબલ પર એક ગુલાબ રાખવામાં આવ્યું છે જે આજે પણ તેમની વાપસીમાં વિશ્વાસ રાખે છે. લાલ પટ્ટી બાંધેલ છે જે એવા હજારો લોકોની યાદ અપાવે છે જેમણે હંમેશા ગાયબ થયેલ સૈનિકોનીવાપસીની માંગ કરી. ટેબલ પર જાળી વિનાની એક મીણબત્તી પણ છે જે બહાદુરોની અજેય તાકતનું પ્રતિક છે.

હંમેશા દેશના આ સૂતોને યાદ રાખો

હંમેશા દેશના આ સૂતોને યાદ રાખો

બ્રેડ પ્લેટ પર લીંબુનો ટુકડો સૈનિકોનું દુર્ભાગ્ય દર્શાવે છે. બ્રેડ પર પડેલું મીઠું એવા બધા ઘરવાળા માટે છે જેઓ પોતાના કોઈ ગાયબ થવા પર આજે પણ આંસુ વહાવવા માટે મજબૂર છે. ટેબલ પર એક ખાલી ગ્લાસ પણ રાખવામાં આવ્યો છે. એક ખાલી ખુરશી પણ રાખેલ છે. આ ટેબલ પર રાખવામા આવેલ પ્લેકાર્ડમાં આગળ લખ્યું છે કે તમે એ લોકોને ક્યારેય ના ભૂલો જેમને તમે ક્યારેય કામરેડ કહેતા હતા. જેમની સાથે તમે ક્યારેક દેશની સેવા કરી હતી.

Vijay Diwas: એ યુદ્ધ જેમાં પાકિસ્તાનના 93 હજાર સૈનિકે ભારત સામે ટેકવ્યા હતા ઘૂંટણVijay Diwas: એ યુદ્ધ જેમાં પાકિસ્તાનના 93 હજાર સૈનિકે ભારત સામે ટેકવ્યા હતા ઘૂંટણ

English summary
Vijay Diwas: this table still waiting for our war prisoner
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X