શરીફે આપ્યો ભારતને વિશ્વાસ, 'નહીં થાય 26/11-કારગિલ'

પાકિસ્તાનમાં નવાઝ શરીફની જીત બાદ ભારતમાં એ મોટો પ્રશ્ન છે કે આ પ્રશ્નોને તાકત નવાઝના એક નિવેદનને પણ આપી છે. સોમવારે લાહોરમાં વિદેશી પત્રકારો સાથે બિનઅધિકારીક વાતચીત કરતા ભારતની આશાઓ વધારી દીધી કે તેઓ કારગિલ અને 26/11 જેવી ઘટનાઓ ન્હોતી થવી જોઇતી, હું નક્કી કરીશ કે આવી ઘટનાઓ ભવિષ્યમાં ના થાય.
કારગિલ અને 26/11ના જખમની શૂળ ભારત આજે પણ અનુભવે છે. જોકે પીએમ પદ સંભાળવા જઇ રહેલા નવાઝ શરીફની ઇચ્છાએ 26/11ના ગુનેગારોને સજા અપાવવાની ભારતની કોશિશોને મજબૂતી આપી છે. તેમાં કોઇ શંકા નથી કે પાકિસ્તાનની છબિ આતંકથી ખરડાયેલી છે. 26/11ના હુમલાખોર આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હતા.
જોકે પાકિસ્તાન અત્યાર સુધી નોનસ્ટેટ એક્ટર ગણાવી પોતાની જવાબદારીથી હટી રહ્યું હતું. 26/11ના ગુનેગારોને હજી સુધી સજા નથી મળી. પરંતુ નવાઝના હકારાત્મક વલણના પગલે એવું લાગે છે તેમને સજા મળશે. જ્યારે વિશ્લેષકોનું માનવું છે કે પાકિસ્તાનનું ભારત પ્રત્યે વલણ બદલાવાની આશા ઓછી છે.












Click it and Unblock the Notifications
