For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમિલનાડુમાં ઉમેદવારનો અનોખો વાયદો, કહ્યું- જીત્યો તો દરેક ઘરે 10 લીટર દારૂ આપીશ!

તમિલનાડુમાં ઉમેદવારનો અનોખો વાયદો, ઘરે-ઘરે દારૂ આપશે!

|
Google Oneindia Gujarati News

દેશમાં ચૂંટણીનો માહોલ છે અને ચૂંટણીના માહોલ વચ્ચે દારૂ અને પૈસાનો ભરપૂર રીતે દુરુપયોગ કરવામાં આવતો હોય તે વાતમાં બીજો મત ન હોઈ શકે. પહેલા તબક્કાનું મતદાન પણ દૂર નથી. રાજનૈતિક પાર્ટીઓ અને ઉમેદવારો કોઈપણ રીતે ચૂંટણીના વાયદા કરવાથી ચૂકતા નથી. એવામાં તમિલનાડુમાં એક અલગ જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં તમિલનાડુમાં મોટી રાજનૈતિક પાર્ટીઓ મફતમાં કંઈપણ આપવાની ચૂંટણી ઘોષણા કરતાં બચતી જોવા મળી રહી છે, જ્યારે એક અપક્ષ ઉમેદવારે ચૂંટણી જીતવા બાદ મફતમાં દારૂ આપવાનો વાયદો કર્યો છે.

tamilnadu

વ્યવસાયે દરજી કામ કરતા 55 વર્ષીય શેખ દાઉદે એલાન કર્યું કે જો તેઓ ચૂંટણી જીતશે તો પોતાના મતવિસ્તારમાં આવતા દરેક ઘરમાં 10 લીટર દારૂ મફતમાં આપશે. શેખ દાઉદે તીરુપુર લોકસભા સીટ પરથી પોતાનું નામાંકન પત્ર ભર્યું છે. શેખે પોતાની ચૂંટણી ઘોષણાપત્રમાં 15 ઘોષણા કરી છે. આ ઘોષણા પત્રમાં મહિલાઓ માટે ખાસ જગ્યા બનાવવામાં આવી છે. શેખે વાયદો કર્યો છે કે મહિલાઓને 25,000 રૂપિયા પ્રતિ મહિને આપવામાં આવશે.

શેખ દાઉદે પોતાના ચૂંટણી ઘોષણાપત્રમાં કહ્યું કે, 'મારા ચૂંટણી ઘોષણાપત્રની 15 હાઈલાઈટ્સ છે, જે જનતાને સીધા જ લાભ પહોંચાડશે. ઘરની મહિલાઓના મુખ્યા માટે સરકાર તરફથી 25000 રૂપિયા પ્રતિ મહનાની વ્યવસ્થા કરીશ. હું એવું એટલા માટે નથી કરી રહ્યો કે લોકો ભૂલ કરે. પરંતુ હું પોંડિચેરીથી શુદ્ધ બ્રાંડી દરેક પરિવાર માટે ઉપલબ્ધ કરાવીશ જેનો ઉપયોગ દવાની જેમ થઈ શકે. જે દર મહિને આપવામાં આવશે.'

આ ચૂંટણીલક્ષી ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું કે દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે. દરેક છોકરીને લગ્ન સમયે 10 સોનાના સિક્કા અને 10 લાખ રૂપિયા કેશ આપવામાં આવશે. ઘોષણાપત્રમાં ખેડૂતો માટે શેખ દાઉદે વાયદો કર્યો કે જિલ્લામાં પાણીની વ્યવસ્થા દુરુસ્ત કરવા માટે નહેર ખોદવામાં આવશે, જેનાથી મેત્તૂર ડેમ દ્વારા તીરુપુર અને સલેમ જિલ્લાને કનેક્ટ કરી શકાશે. શેખ દાઉદે એમ પણ કહ્યું કે જેવી રીતે દિવંગત પી કક્કને પોતાના લોકસભા ક્ષેત્રનો વિકાસ કર્યો હતો તેવી જ રીતે તેઓ પણ પોતાના ક્ષેત્ર માટે કામ કરશે.

આ પણ વાંચો- અમદાવાદ પૂર્વથી ભાજપના ધારાસભ્ય પરેશ રાવલે લોકસભા ચૂંટણી લડવાનો કર્યો ઈનકાર

English summary
weirdest manifesto by candidate from tamilnadu, said he will give free liquor to all
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X