For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પશ્વિમ બંગાળના રાજ્યપાલ એમકે નારાયણન આપ્યું રાજીનામું

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

M-K-Narayanan
નવી દિલ્હી, 30 જૂન: પશ્વિમ બંગાળના રાજ્યપાલ એમકે નારાયણને સોમવારે પોતાના પદેથી રાજીનામું આપી દિધું છે. અત્રે ઉલ્લેખનીય છે કે એનડીએ સરકાર તરફથી કેટલાક રાજ્યપાલો પર રાજીનામું આપવાનું દબાણ નાખવામાં આવ્યા બાદ જાણે લાગ્યું કે પૂર્વવર્તી યૂપીએ સરકારના શાસનમાં નિમવામાં આવેલા રાજકીય વ્યક્તિનું રાજીનામું આપવાની પ્રક્રિયામાં જોડાઇ ગયા છે.

તો બીજી તરફ રાજ્યપાલ પદ પર બિરાજમાન કોઇ વ્યક્તિ સાથે પૂછપરછ પહેલાના મુદ્દે સીબીઆઇએ ગત દિવસોમાં અગસ્તા વેસ્ટલેંડની સાથે 3,600 કરોડ રૂપિયાના વીવીઆઇપી હેલિકોપ્ટર સોદામાં લાંચના આરોપમાં પોતાની તપાસના મુદ્દે એમકે નારાયણન પાસે સાક્ષી તરીકે પૂછપરછ કરી હતી.

આ પહેલાં, રાજ્યપાલ એમકે નારાયણને રાજીનામાને લઇને પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે જ્યારે હું રાજીનામું આપીશ હું તમને જાણકારી આપીશ. તે ઇન્ડિયન મ્યૂઝિયમના એક કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યાં હતા, જ્યાં તે બોર્ડ ઓફ ટ્રસ્ટીના અધ્યક્ષ છે. મ્યૂઝિયમનો તેમનો અંતિમ પ્રવાસ છે, એમ પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે અંતિમ કેમ? હું આવતો રહીશ.

English summary
Two days after he was questioned by the CBI as a "witness" in connection with its probe into the Rs 3600-crore VVIP chopper deal, West Bengal Governor MK Narayanan tendered his resignation on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X