For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રસાયણથી કેવી રીતે નપુંસક બનાવી શકાય? શું આ રેપ અટકાવશે?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 જાન્યુઆરી: દિલ્હીમાં ચાલુ બસે પેરામેડિકલની વિદ્યાર્થીની સાથે થયેલા ગેંગરેપ અને ત્યારબાદ તેની મોતે સૌથી મોટો પ્રશ્ન ઉભો કર્યો છે કે આખરે બળાત્કારની ઘટનાઓને કેવી રોકી શકાય. સોનિયા ગાંધી અને જયલલિતા સહિત કેટલાક લોકોએ સલાહ આપી છે કે બળાત્કારીને કેમિકલ કૈસ્ટ્રેશન કરી દેવા જોઇએ. એટલે કે રસાયણ નાંખીને નપુંસક બનાવી દેવા જોઇએ. અંતે આ કેમિકલ કેમિકલ કૈસ્ટ્રેશન શું છે અને શું આ બળાત્કારને રોકી શકશે?

શું છે કેમિકલ કૈસ્ટ્રેશન ?

વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર કેમિકલ કૈસ્ટ્રેશન એક પ્રક્રિયા છે, જેના માધ્યમથી વ્યક્તિમાં યૌન ક્રિયાઓને સમાપ્ત કરવામાં આવી શકે છે. સર્જિકલ કૈસ્ટ્રેશનમાં પુરૂષોના વીર્યકોષ અથવા મહિલાઓના અંડાશયને નિકાળીને શરીરથી અલગ કરવામાં આવે છે. જ્યારે કેમિકલ કૈસ્ટ્રેશનમાં ના તો વ્યક્તિનું સંપૂર્ણ રીતે વીર્યકોષ હટાવવામાં આવે છે ના તો તેની નસબંધી કરવામાં આવે છે.

કેમિકલ કૈસ્ટ્રેશનમાં વ્યક્તિને એવી દવા આપવામાં આવે છે, જેનાથી તેનું વીર્યકોષ નિષ્ક્રિય થવા લાગે છે અને તે વ્યક્તિમાં યૌન ક્રિયાઓ સમાપ્ત થવા લાગે છે. એટલે કે ઉત્તેજિત થવા પર તેના લીંગમાં કોઇ અસર વર્તાતી નથી. પરંતુ વિશેષજ્ઞોનું માનીએ તો જો સારવાર કરવામાં આવે તો આ કેમિકલ કૈસ્ટ્રેશન બાદ પણ તે ફરીથી યૌન શક્તિ પ્રાપ્ત કરી શકે છે.

કેમિકલ કૈસ્ટ્રેશન અમેરિકા, ઇજરાઇલ અને આર્જેટીંના સહિત યૂરોપીય દેશમાં કરવામાં આવે છે. રૂસ અને ઉત્તર કોરિયામાં બળાત્કારના કેસોમાં કેમિકલ કૈસ્ટ્રેશનની સજા આપવામાં આવે છે. 1994 પ્રથમ વાર કેમિકલ કૈસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, જેમાં ડાઇઇથાઇલસ્ટિલબેસ્ટ્રોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

people-rally-against-delhi-gang-rape

શું ભારતમાં આનાથી સમસ્યાનું સમાધાન થશે?

દિલ્હી ગેંગરેપ બાદ દેશભરમાં કેમિકલ કૈસ્ટ્રેશનની માંગ ઉઠી છે. ત્યારબાદ સરકારે એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે જેમાં બળાત્કારીઓને 30 વર્ષની જેલની સજા સાથે-સાથે રાસાણિક ક્રિયાથી નપુંસક બનાવવાની માંગણી કરી છે. મંત્રાલય આ બીલ તૈયાર કરી રહ્યું છે. બળાત્કાર વિરૂદ્ધ નવા કાયદા બનાવવામાં આવે તો શું બળાત્કાર અટકી શકશે. સવાલ એ ઉભો થાય છે કે જો બળાત્કારીઓનું કેમિકલ કૈસ્ટ્રેશન કરવામાં આવે તો શું લોકોમાં તેનો ડર પેદા થશે? કદાચ નહી, જ્યારે હત્યાના કેસમાં ફાંસીની સજાની જોગવાઇ હોવાછતાં લોકો ડરતા નથી તો કેમિકલ કૈસ્ટ્રેશન શું ડરશે?

English summary
The gang-rape and subsequent death of a student in Delhi has left everyone shocked. People demanded chemical castration of rapists. What is chemical castration and will it work as deterrent?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X