For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું હોય છે રાજકોષીય ખોટ? બજેટ પહેલા જાણવું બહુ જરૂરી

શું હોય છે રાજકોષીય ખોટ? બજેટ પહેલા જાણવું બહુ જરૂરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રાજકોષીય ખોટ એક એવો શબ્દ છે જે તમારી સમક્ષ ઘણીવાર આવ્યો હશે. થોડા દિવસોમાં જ બજેટ રજૂ કરવામાં આવશે એવામાં આ શબ્દને તમે સમચારમાં વારંવાર જોઈ અથવા સાંભળી રહ્યા હશો. પરંતુ શું તમે આ શબ્દનો મતલબ જાણો છો? તમને આ શબ્દનો અર્થ અને તેની પાછળનું બધું ગણિત ખબર હોવી જોઈએ. આનાથી તમારી જાણકારીમાં તો વધારો થશે જ સાથોસાથા રાજકોષીય કોટ તમને પણ કઈ રીતે અસર કરે છે તે પણ જાણવા મળશે. જણાવી દઈએ કે નાણામંત્રી દ્વારા લેવામાં આવનાર ફેસલા આપણા રોજબરોજના જીવનને પ્રભાવિત કરે છે એવામાં આવા પ્રકારની કામની જાણકારી રાખવીતમારા માટે બહુ જરૂરી બની જાય ચે. અહીં આવો સમજીએ રાજકોષીય ખોટનો મતલબ.

શું છે રાજકોષીય ખોટ

શું છે રાજકોષીય ખોટ

રાજકોષીય ખોટ એટલે કે ફિસ્કલ ડેફિસિટ. આમાં ડેફિસિટ શબ્દ સરપ્લસનો એકદમ વિપરીત છે. જ્યારે સરકાર પોતાની આવકથી વધુ ખર્ચો કરે છે તો તે વધારાના ખર્ચને રાજકોષીય ખોટ કહેવાય છે. જો સરકાર ખર્ચથી વધુ આવક પ્રાપ્ત કરે તો તેને સરપ્લસ એટલે કે ફાયદો માનવામાં આવશે. સરકાર મુખ્ય રૂપે ટેક્સ અને પોતાના વ્યવસાયોમાંથી આવક હાંસલ કરે છે. પરંતુ આ આવકમાં સરકાર દ્વારા લેવામાં આવેલ ઉધાર સામેલ નથી થતાં.

રાજકોષીય ખોટનું કારણ શું છે

રાજકોષીય ખોટનું કારણ શું છે

જેવી રીતે જણાવવામાં આવ્યું છે કે સરકારનો ખર્ચ આવકથી વધુ હોવો રાજકોષીય ખોટનું સૌથી મોટું કારણ છે. જ્યારે સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર જવી લાંબી અવધીની સંપત્તિ બનાવવા માટે મોટો પૂંજીગત વ્યય કરે ત્યારે પણ રાજકોષીય કોટ થઈ શકે છે. ડેફિસિટ થવા પર દેશ પોતાના કેન્દ્રીય બેંક (ભારતમાં આરબીઆઈ)થી ઉધાર લઈ શકે છે અથવા ટ્રેજરી બૉન્ડ અને બિલ જાહેર કરી પૂંજી બજારના માધ્યમથી પૈસા એકઠા કરી શકે છે.

અર્થશાસ્ત્રીઓનો મત શું છે

અર્થશાસ્ત્રીઓનો મત શું છે

કેટલાક અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે રાજકોષીય ખોટની સકારાત્મક અસર પણ હોય શકે છે, ખાસ કરીને ત્યારે જ્યારે વધુ ખર્ચ સુધારો અથવા મંદીને સમાપ્ત કરવા માટે કરાયો હતો. ઉચ્ચ બેરોજગારીના દરના મામલે સરકારી ખર્ચામાં વધારાથી વ્યાપાર માટે એક બજાર તૈયાર થાય છે, જેનાથી આવક અને ઉપભોક્તા ખર્ચમાં વધારો થશે. પરિણામસ્વરૂપ વેપાર ઉત્પાદન વધશે. વેપાર ઉત્પાદનમાં વધારાથી જીડીપીમાં પણ વધારો થાય છે.

Budget 2020: આ શબ્દોનો મતલબ જાણી લો, બજેટવાળા દિવસે કામ આવશેBudget 2020: આ શબ્દોનો મતલબ જાણી લો, બજેટવાળા દિવસે કામ આવશે

English summary
what is fiscal deficit? explained in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X