For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તો પછી બળાત્કારીઓ અને ભારત સરકારમાં શું તફાવત?: મલાલા

By Super
|
Google Oneindia Gujarati News

Malala
નવીદિલ્હી, 30 ડિસેમ્બરઃ તાલિબાનીઓને પડકાર ફેંકનારી પાકિસ્તાની છોકરી મલાલા યુસફજઇએ દિલ્હીમાં સામુહિક બળાત્કારનો શિકાર બનેલી યુવતીને સિંગાપોર મોકલવાના ભારત સરકારના નિર્ણય પર પ્રશ્નો ઉઠાવ્યા છે. મલાલાએ ભારત સરકારની આલોચના કરતા તેની સરખામણી બળાત્કારીઓ સાથે કરી છે.

15 વર્ષીય મલાલાએ ટ્વિટર પર લખ્યું છે કે બળાત્કારીઓએ યુવતીને રસ્તા પર ફેંકી દિધી હતી અને ભારત સરકારે સિંગાપોરમાં. અંતર શું છે? નોંધનીય છે કે પીડિતાને સિંગાપોર શિફ્ટ કરવાના નિર્ણય પર પહેલેથી જ પ્રશ્નો ઉઠી રહ્યાં છે. દિલ્હીના સફદરજંગ હોસ્પિટલના એક ડોક્ટરે જણાવ્યું હતું કે પીડિતાને સિંગાપોર લઇ જવાનો નિર્ણય ડોક્ટર્સનો નહોતો. તેને સિંગાપોર શિફ્ટ કરવાનો નિર્દેશ ઉપર(સરકાર)થી આવ્યો હતો.

તેમણે જણાવ્યું કે, યુવતીને સિંગાપોર મોકલાયી તેના 22 કલાક પૂર્વે જ તેનું બ્રેઇન ડેમજ થઇ ગયું હતું. બ્લડ ક્લોટના કારણે યુવતીનું બ્રેઇન ડેમેજ થઇ ગયું. જેના કારણે તેને બે હાર્ટ એેટેક આવ્યા હતા. જો કે, યુવતીની હાર્ટ બીટ ડીસી શોક આપીને પરત લાવવામા આવી હતી પરંતુ આ પ્રોસેસના કારણે તેના બ્રેઇન પર અસર થઇ હતી. ત્યારબાદ ન્યૂરોલોજિસ્ટને પણ કન્સલ્ટ કરવામા આવ્યા હતા.

નોંધનીય છે કે,16 ડિસેમ્બરે સામુહિક બળાત્કારનો ભોગ બનેલી મેડિકલની ઉક્ત વિદ્યાર્થિનીનું 29 ડિસેમ્બરના રોજ સિંગાપોરમાં નિધન થયું હતું. તેના અંતિમ સંસ્કાર 30 ડિસેમ્બરે રવિવારે કરવામાં આવ્યા છે. દેશમાં જોરદાર રોષ અને વિરોધ જોવા મળી રહ્યો છે.

English summary
Malala Yousufzai has condoled the death of the gang rape victim who died in the wee hours of Saturday in a Singapore Hospital.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X