For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RSS ના તે પ્રોગ્રામ વિશે જાણો વિસ્તારથી જ્યાં જવાના છે પ્રણવ દા

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આરએસએસના કાર્યક્રમમાં શામેલ થવા જઈ રહ્યા છે. આ વાતથી ભાજપ વિરોધી દળ પરેશાન છે.

|
Google Oneindia Gujarati News

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આરએસએસના કાર્યક્રમમાં શામેલ થવા જઈ રહ્યા છે. આ વાતથી ભાજપ વિરોધી દળ પરેશાન છે. કોંગ્રેસે મૌન ધારણ કરેલુ છે. બેચેની દેખાઈ રહી છે તેમછતાં પક્ષ આ વિશે કોઈ પણ પ્રકારનું નિવેદન આપવાનું ટાળી રહ્યા છે. સૌ જાણે છે કે કોંગ્રેસ આરએસએસનું વિરોધી છે. ઉલ્લેખનીય છે કે પ્રણવ મુખર્જી 7 જૂનના રોજ નાગપુરમાં આરએસએસના તે કાર્યકર્તાઓને સંબોધશે જેમણે સંઘના શૈક્ષણિક પાઠ્યક્રમમાં તૃતીય વર્ષ પાસ કર્યુ છે.

શું છે આ કાર્યક્રમ

શું છે આ કાર્યક્રમ

તમને જણાવી દઈએ કે આરએસએસનો ‘સ્વયં શિક્ષા વર્ગ' સંઘનો એક વાર્ષિક કેમ્પ છે કે જે સંઘ કાર્યાલય નાગપુરના સ્મૃતિ મંદિરના પ્રાંગણમાં આયોજિત થાય છે. આ કાર્યક્રમમાં ખાસ ટ્રેનિંગ મેળવતા છાત્રોને સંબોધિત કરવામાં આવે છે. આ ટ્રેનિંગ પાસ કરનારા જ આગળ વધીને પૂર્ણકાલીન પ્રચારક બને છે. સ્વયંસેવકોની દિનચર્યા ઘણી આકરી હોય છે. આ ટ્રેનિંગ લેતા છાત્રોને ઘણી આકરી પરીક્ષાઓમાંથી પસાર થવુ પડે છે.

શું હોય છે સ્વયંસેવકોની દિનચર્યા

શું હોય છે સ્વયંસેવકોની દિનચર્યા

સવારે 4 વાગે ઉઠીને દૈનિક કાર્યો પૂર્ણ કરવા.
એકાત્મકતા સ્ત્રોતમમાં ધ્યાન અને મહાપુરુષોની જાણકારી.
શારીરિક વ્યાયામ અને શારીરિક પ્રશિક્ષણનો અભ્યાસ.
સંઘના વિશેષજ્ઞો તેમજ પ્રચારકો દ્વારા વિભિન્ન વિષયો પર પરિચર્ચા.
સાંજે ફરીથી દોઢ કલાક સુધી શારીરિક વ્યાયામ તેમજ પ્રશિક્ષણ રાષ્ટ્રભક્તિ ગીત.
રાત્રે 10 વાગે દીપ નિવારણની ઘોષણા સાથે સૂઈ જવુ.

નાગપુરમાં થાય છે તૃતીય વર્ષ સંઘ શિક્ષા વર્ગનું સમાપન

નાગપુરમાં થાય છે તૃતીય વર્ષ સંઘ શિક્ષા વર્ગનું સમાપન

દર વર્ષે નાગપુરમાં તૃતીય વર્ષ સંઘ શિક્ષા વર્ગનું સમાપન કરવામાં આવે છે. આ છાત્રોને શારીરિક પ્રશિક્ષણ હેઠળ નિમ્નલિખિત વસ્તુઓ શીખવાડવામાં આવે છે.
નિયમિત વ્યાયામ
સૂર્ય નમસ્કાર
દંડ(લાઠી) યુદ્ધ
માર્શલ આર્ટ્સ
સંગીતનું પ્રશિક્ષણ
ડ્રમ વગાડવુ
સેક્સોફોન વગાડવુ
વાંસળી વગાડવી
બ્યુગલ વગાડવુ

RSS ના કાર્યક્રમમાં પ્રણવ દા

RSS ના કાર્યક્રમમાં પ્રણવ દા

RSS ના શિક્ષણ વિભાગના આ કાર્યક્રમમાં 45 વર્ષથી ઓછી વયના 800 થી વધુ કાર્યકર્તાઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. શિક્ષણ વિભાગના 25 દિવસથી ચાલી રહેલા કેમ્પનું સમાપન પૂર્વ રાષ્ટ્રપતિ કરશે. તમને જણાવી દઈએ કે લગભગ છેલ્લા એક દાયકાથી સંઘના શિક્ષણ વર્ગ સમાપન સમારંભ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વિભિન્ન મત ધરાવતા વ્યક્તિત્વનો બોલાવવાની પરંપરા રહી છે.

પહેલા પણ મળ્યુ હતુ આમંત્રણ

પહેલા પણ મળ્યુ હતુ આમંત્રણ

આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે પ્રણવ મુખર્જીને ત્યારે પણ આમંત્રણ આપ્યુ હતુ જ્યારે તે રાષ્ટ્રપતિ હતા. જો કે ત્યારે તેમણે એમ કહીને મનાઈ કરી હતી કે સંવિધાનિક પદ પર બિરાજમાન હોઈ તેઓ આ આયોજનમાં શામેલ ન થઈ શકે પરંતુ હવે પ્રણવ દાએ આ આમંત્રણ સ્વીકાર્યુ છે કારણકે તે અત્યારે કોઈ પણ સંવિધાનિક પદ પર નથી.

English summary
where rss has invited pranab mukherjee read some interesting facts about annual training camp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X