For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું હોય છે SPG, Z+, Y અને X કેટેગરી, જાણો વિગતવાર

શું હોય છે SPG, Z+, Y અને X કેટેગરી, જાણો વિગતવાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની એસપીજી સુરક્ષા હટાવી લેવામાં આવશે અને હવે તેમની પાસે માત્ર ઝેડ પ્લસ સિક્યોરિટી જ રહેશે. ગૃહ મંત્રાલયે હવે તેમને કેન્દ્રીય સુરક્ષા બળનું સુરક્ષા કવચ આપવાનો ફેસલો કર્યો છે. દેશમાં મોટા નેતાઓ અને અધિકારીઓને સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે, સમીક્ષા કર્યા બાદ સરકાર ઝેડ પ્લસ, ઝેડ, વાઈ અથવા એક્સ કેટેગરીની સુરક્ષા આપવાનો ફેસલો કરે છે. ભારતમાં સુરક્ષા વ્યવસ્થાને ચાર શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે.

સુરક્ષા વ્યવસ્થાને ચાર શ્રેણીમાં વિભાજીત કરવામાં આવ્યા છે

સુરક્ષા વ્યવસ્થાને ચાર શ્રેણીમાં વિભાજીત કરવામાં આવ્યા છે

ભારતમાં Z+ (ઉચ્ચતમ સ્તર), Z, Y અને X શ્રેણીની સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે. ભારત સરકાર આ વાતનો ફેસલો લઈ શકે છે કે આ ચાર શ્રેણીઓમાં કોને કયા સ્તરની સુરક્ષા આપવી જોઈએ. સરકાર ખતરાના આધાર આ વીઆઈપી સુરક્ષા વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી, સાંસદ, ધારાસભ્ય, પાર્ષદ, અધિકારી, પૂર્વ અધિકારી, જજ, પૂર્વ જજ, બિઝનેસમેન, ક્રિકેટર, ફિલ્મી કલાકાર, સાધુ-સંત અથવા સામાન્ય નાગરિક કોઈને પણ આપી શકાય છે. સમયે-સમયે સુરક્ષાની સમીક્ષા પણ કરવામાં આવે છે. અહીં જાણો શું છે ચારેય કેટેગરી વચ્ચેનો તફાવત..

એસપીજી

એસપીજી

એસપીજી સૌથી ઉચ્ચ સ્તરની સુરક્ષા છે જે વર્તમાન પીએમ અને પૂર્વ પીએમ તથા તેમના પરિવારના સભ્યોને આપવામાં આવે છે. એસપીજી દેશના સૌથી બહાદુર જવાન કહેવાય છે. વિશેષ સુરક્ષા દળ (Special Protection Group- SPG) 2 જૂન, 1988માં ભારતની સંસદના એક અધિકારી દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેનું હેડક્વાર્ટર દિલ્હીમાં છે. એસપીજી વિશેષ સુરક્ષાબળોમાંથી એક છે. આ જવાનોની પસંદગી પોલીસ, પેરામિલિટ્રી ફોર્સથી કરવામાં આવે છે અને તે ગૃહ મંત્રાલયને આધિન હોય છે. એસપીજી દેશની સૌથી પ્રોફેશનલ અને અત્યાધુનિક હતિયારોથી સજ્જ સુરક્ષાબળોમાંની એક છે. મનમોહન સિંહે મળેલ એસપીજી કવર હવે હટાવી લેવામાં આવ્યું છે. તેમને ઝેડ પ્લસ સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે.

શું છે Z+ સુરક્ષા?

શું છે Z+ સુરક્ષા?

ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા દેશની સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ બાદ બીજા નંબરની સૌથી આકરી સુરક્ષા વ્યવસ્થા છે. આ સુરક્ષા વ્યવસ્થામાં 55 સુરક્ષાકર્મી તહેનાત રહે છે. 55 સુરક્ષાકર્મીઓમાં 10થી વધુ એનએસજી કમાન્ડો હોય છે. આ સુરક્ષામાં પહેલા ઘેરાની જવાબદારી એનએસજીની હોય ચે જ્યારે બીજી લાઈન કમાન્ડોની હોય છે. સાથે જ ઝેડ પ્લસમાં એસ્કૉર્ટ્સ અને પાયલટ વાહન પણ આપવામાં આવે છે. મનમોહન સિંહને હાલ આ સુરક્ષા જ પ્રદાન કરવામાં આવી છે.

Z શ્રેણીની સુરક્ષા

Z શ્રેણીની સુરક્ષા

ઝેડ શ્રેણીની સુરક્ષામાં ચારથી પાંચ એનએસજી કમાન્ડો સહિત 22 સુરક્ષાગાર્ડ તહેનાત રહે છે. આમાં દિલ્હી પોલીસ, આઈટીબીપી અથવા સીઆરપીએફના કમાન્ડો અને સ્થાનિક પોલીસકર્મી પણ સામેલ હોય છે. સરકારે પાછલા દિવોસમાં સુરક્ષાની સમીક્ષા બાદ કેટલાય વીઆઈપી લોકોને વિવિધ શ્રેણીઓમાં અપાતા પ્રોટેક્શનમાં બદલાવ કર્યો છે.

Y સુરક્ષા શ્રેણી

Y સુરક્ષા શ્રેણી

આ સુરક્ષાનું ત્રીજું સ્તર હોય છે. ઓછા ખતરાવાળા લોકોને આ સુરક્ષા આપવામાં આવે છે. જેમાં કુલ 11 સુરક્ષાકર્મી સામેલ હોય છે. તેની સાથે 2 કમાન્ડો તહેનાત હોય છે. ગૃહ મંત્રાલય સમયે-સમયે વીવીઆઈપીના ખતરાનું આંકલન કરે છે અને તે મુજબ કોઈની સુરક્ષા વધારવામાં કે ઘટાડવામાં આવે છે.

એક્સ કેટેગરી

એક્સ કેટેગરી

સૌથી આખરીમાં આવે છે એક્સ કેટેગરીની સુરક્ષા, જેમાં બે સુરક્ષા ગાર્ડ હોય છે. જેમાં એક પીએસઓ સામેલ હોય ચે. દેશમાં કેટલાય લોકોને આ સુરક્ષા પ્રાપ્ત છે. આ સુરક્ષામાં કોઈ કમાન્ડો સામેલ નથી થઈ શકતા. હાલમાં જ ગૃહ મંત્રાલયે લાલૂ પ્રસાદ યાદવ સહિત કેટલાય મોટા નેતાઓને સુરક્ષા કવરની સમીક્ષા કરી સુરક્ષા ઘટાડી હતી, આ ઉપરાંત બીએસપી સાંસદ સતીશ ચંદ્ર મિશ્રા, યૂપી ભાજપના નેતા સંગીત સોમ, ભાજપ સાંસદ રાજીવ પ્રતાપ રૂડીની સુરક્ષા પણ ઘટાડવામાં આવી હતી.

<strong>પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની SPG સુરક્ષા હટી </strong>પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની SPG સુરક્ષા હટી

English summary
who can get SPG, Z+, Y and X category security, know here
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X