તેલંગાણા અલગ થવાથી ઉત્તર ભારતીયો પર વર્તાશે આ 10 અસર
ગાંધીનગર, 19 ફેબ્રુઆરી: સંસદમાં લોકસભામાં મંગળવારે ભારે હોબાળા વચ્ચે આંધ્રપ્રદેશના પુનર્ગઠન માટે તેલંગાણા બિલ ધ્વનિમત હોબાળા વચ્ચે પાસ થઇ ગયું. મતદાન દરમિયાન તેલંગાણાનો વિરોધ કરી રહેલાં આંધ્ર પ્રદેશના સાંસદ અને કેટલાક વિપક્ષી પક્ષોએ વિરોધ વ્યક્ત કર્યો હતો, પરંતુ વાત તો એમ છે કે 'મિયાં-બીબી રાજી, તો ક્યા કરેગા કાજી'. જી હાં કોંગ્રેસ-ભાજપની સહમતિથી આ બિલ પાસ થયું છે. બિલ પાસ થતાં જ વિરોધી નેતાઓના સુર બુલંદ થઇ ગયા અને એક પછી એક નિવેદન ઝડપથી આવવા લાગ્યા.
વાઇએસઆર કોંગ્રેસ અધ્યક્ષ વાઇએસઆર જગનમોહન રેડ્ડીએ આ દેશના ઇતિહાસનો કાળો દિવસ ગણાવ્યો છે અને આંધ્ર પ્રદેશ બંધ કરવાનું આહવાન કર્યું છે. જગનમોહન સહિત ઘણા નેતાઓ કહી રહ્યાં છે કે દેશમાં એક પછી એક લોકતંત્રની હત્યા થઇ છે.
પરંતુ આ બધુ તો દક્ષિણ ભારતમાં જ થઇ રહ્યું છે, ઉત્તર ભારતીયોને આના સાથે શું લેવાદેવા? જો આ પ્રશ્ન તમારા મનમાં ઉદભવી રહ્યો છે, તો આ લેખ જરૂર વાંચો, કારણ કે આંધ્ર પ્રદેશના ભાગલા ઉત્તર ભારતીયના જીવનમાં ઘણું મહત્વ ધરાવે છે. જે અંગેના કેટલાક કારણો અમે સ્લાઇડરમાં પ્રસ્તૃત કરી રહ્યાં છીએ-

આંધ્ર પ્રદેશ બંધ
વાઇએસઆર કોંગ્રેસના જનગમોહન રેડ્ડીએ આજે આંધ્રામાં તેમની પાર્ટીએ બંધનું આહવાન કર્યું છે. એટલે કે આજે અને આગામી એક અઠવાડિયા સુધી આંધ્ર પ્રદેશથી પસાર થનારી બધીને ટ્રેનોને અસર પડશે. અમે તમને જણાવી દઇએ કે ઉત્તર થી દક્ષિણ જનારી લગભગ બધી જ ટ્રેનો ઝાંસી થઇને સિકંદરાબાદ, કાજીપેટ, બલ્હારશાહ, ગુડુરના માર્ગેથી પસાર થાય છે. જો આંધ્ર પ્રદેશ બંધ રહેશે તો આ ટ્રેનો દ્વારા દક્ષિણથી જનાર અથવા તે તરફથી આવનાર ઉત્તર ભારતીય રસ્તામાં ફસાઇ શકે છે.

અલગ રાજ્યના સુર
તેલંગણાનું નામ આવતાં જ ઉત્તર પ્રદેશને વ્હાર ભાગોમાં વહેંચવાની માંગ વધી જશે. તે ચાર ભાગ પૂર્વાંચલ, મધ્ય-ઉત્તર પ્રદેશ, પશ્વિમાંચલ અને બુંદેલખંડ. આ માંગ બીજું કોઇ નહી પરંતુ બહુજન સમાજ પાર્ટી ઉઠાવશે. કારણ કે યુપીના ભાગલા થવાથી બસપાને આ ચારેયમાંથી એક રાજ્યમાં રાજ કરવા માટે જરૂર મળી જશે. એટલે માયાવતી ફરીથી મુખ્યમંત્રી બની જશે.

દેશનો ભૂગોળ
દેશમાં નવા રાજ્ય જોડાવવાનો અર્થ, ભૂગોળ પરિવર્તિત થવું અને પછી તમે ઉત્તર ભારતીય હોવ કે પછી દક્ષિણ ભારતીય તમારી પાસે ભૂગોળની જાણકારી જરૂર હોવી જોઇએ. જો કે આ રાજ્યમાં કેવી રીતે ભાગલા થશે કયા રાજ્યમાં કયું શહેર આવશે, એ જાણવું તમારા માટે જરૂરી છે.

બદલાશે લોકસભાની ચૂંટણીના પરિણામ
જે લોકો તેલંગાણાને અલગ રાજ્યના રૂપમાં જોવા માંગે છે, તેમને આકર્ષિત કરવા માટે, ભાજપ અને કોંગ્રેસ બંને શ્રેય લેવાનો પ્રયત્ન કરશે. એટલે કે લોકસભાની ચૂંટણીમાં આંધ્ર પ્રદેશની 42 સીટો પાસુ પલટી શકે છે. એટલે કે જેને વડાપ્રધાન બનવા માંગે છે, તેમના માર્ગમાં આંધ્ર પ્રદેશની જનતા રોડા પાથરી શકે છે.

બિહારનું મિથિલાંચલ
બિહારમાં મિથિલાંચલને અલગ રાજ્યનો દરજ્જો આપવાની માંગ ઘણીવાર ઉઠી ચૂકી છે. આંદોલન થઇ ચૂક્યાં છે. 33 ટકાથી વધુ વસ્તી મૈથિલી ભાષીઓની છે. બિહારના લગભગ 16 જિલા મિથિલાંચલના અંતગર્ત આવે છે. ધાન્યનો પાક ખાસ કરીને આ વિસ્તારમાં થાય છે. તેલંગાણા બાદ તેને અલગ કરવાની માંગ જોર પકડી શકે છે.

મધ્ય પ્રદેશમાં બુંદેલખંડ
એમપીના બુંદેલખંડનો ભાગ અલગ કરવાની માંગ ઘણા વર્ષોથી છે. તેલંગાણા અલગ થયા બાદ તેના ભાગલાની માંગ ઉઠી શકે છે. હકિકતમાં બુંદેલખંડનો અડધો ભાગ એમપીમાં છે અને અડધો ભાગ યુપીમાં અને બંને રાજ્ય સરકારો તેના પર ધ્યાન આપતી નથી, જો કે આ વિકાસની મુખ્યધારાથી તૂટેલો છે.

જેના પરિવારજનો હૈદ્વાબાદમાં રહે છે
આ વિષય એ બધા લોકો માટે ગંભીર છે, જેના પરિવારજનોના લોકો, પુત્ર, ભાઇ, બહેન, પિતા, માતા વગેરે હૈદ્વાબાદની કંપનીઓમાં કાર્યકરત છે. તેમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય સામેલ છે. અલગ રાજ્ય થયા બાદ હૈદ્વાબાદની અર્થવ્યવસ્થા પર અસર પડી શકે છે, જમીનોના ભાવ ઘણા ઘટી ગયા છે. આગળ જઇને મોટી કંપનીઓ અહીં રોકાણ કરવામાં પાછી પાની કરી શકે છે. એટલે કે આ પરિવારોની આર્થિક સ્થિતી પર અસર પડી શકે છે.

હવે જવું પડશે બેંગ્લોર-ચેન્નઇ
આઇટી સેક્ટરમાં કેરિયર પસંદ કરી ચૂકેલા ઉત્તર ભારતીયો માટે નોઇડા, ગુડગાંવ અને દિલ્હી બાદ પહેલો વિકલ્પ હૈદ્વાબાદ જ હોય છે. રાજ્યના ભાગલા બાદ આઇટી હબ વિખરાઇ જવાનો ખતરો જોવા મળી રહ્યો છે. જો આમ થયું તો પ્રતિભાનું પલાયન ચેન્નઇ, બેંગ્લોર અને મૈસૂર તરફ હશે. એટલે કે આઇટી ક્ષેત્રના જે ઉત્તર ભારતીય અત્યાર સુધી પોતાના ઘરથી દોઢ હજાર કિલોમીટર દૂર રહ્યાં હતા, હવે તેમને અઢીથી ત્રણ હજાર કિલોમીટર દૂર રહેવું પડશે.

ક્ષેત્રવાદના રાજકારણને મળશે પ્રોત્સાહન
આ ભાગલા બાદ દેશમાં ક્ષેત્રવાદના રાજકારણને વધુ પ્રોત્સાહન મળશે. ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ અને હરિયાણા જેવા રાજ્ય પહેલાંથી જ ક્ષેત્રવાદથી ગ્રસિત છે. આ રાજ્યોના નેતા આ માર્ગે ચાલીને રાજકારણને પ્રોત્સાહન આપી શકે છે.

નક્સલવાદ વધશે
આંધ્ર પ્રદેશ પહેલાંથી જ નક્સલીઓનો ગઢ છે. અલગ રાજ્ય થવાનો અર્થ નાના રાજ્ય થવાનો છે અને આનાથી નક્સલીઓનું વર્ચસ્વ વધી જશે. તેમની દેખાદેખી છત્તીસગઢ, બિહાર અને ઝારખંડના નસક્લીઓની હિંમત વધી જશે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ











Click it and Unblock the Notifications
