કોંગ્રેસી નેતાની વિવાદિત ટિપ્પણી, ' રેપ માટે મહિલાઓ જવાબદાર'

મધ્યપ્રદેશના એક કોંગ્રેસી નેતા અને પાર્ટીના પ્રદેશ મહામંત્રી સત્યદેવ કટારેએ વિવાદાસ્પદ નિવેદન આપીને એક નવી ચર્ચા જગાડી છે. ભિંડમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે સત્યદેવ કટારેએ કહ્યું કે મહિલાઓ સાથે છેડછાડ ત્યારે જ થાય છે, જ્યારે તે હસીને ત્રાસી નજરે કોઇના તરફ જુએ છે. નેતાજીની વાત માનીએ તો મહિલાઓની છેડતી ત્યાં સુધી નથી થઇ શકતી જ્યાં સુધી મહિલાઓ પુરુષોને સામેથી ઇશારો ના કરે.
નેતાજીએ ભરી સભામાં કહ્યું કે, મહિલાઓ મેકઅપ કરીને પોતાની નજર ત્રાસી કરી પુરુષોને જાળમાં ફસાવે છે અને બાદમાં તેને છેડતીનું નામ આપી દે છે. જે સમયે નેતાજીએ આ બેજવાબદાર નિવેદન આપ્યું ત્યારે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કાંતિલાલ ભૂરિયા અને નેતા પ્રતિપક્ષ અજય સિંહ પણ હાજર હતા. મહિલાઓ પ્રતિ નેતાઓના આ નિવેદન બાદ ઘમા સંગઠનોએ તેનો વિરોધ શરૂ કરી દીધો છે. લોકો તેમને પાર્ટીમાંથી બરખાસ્ત કરવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે. તો બીજી તરફ સત્યદેવ કટારેના આ નિવેદન પર પાર્ટી તરફથી કોઇપણ પ્રકારનું નિવેદન હજુ સુધી આપવામાં આવ્યું નથી.












Click it and Unblock the Notifications
