For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

''મોદીનું નામ લીધું તો નોકરી જતી રહેશે''

|
Google Oneindia Gujarati News

yashwant sinha
નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી: ભારતીય જનતા પાર્ટીમાં આવનારી લોકસભાની ચૂંટણી માટે પ્રધાનમંત્રી પદના ઉમેદવારને લઇને ભારે ઘમાસણ ચાલી રહી છે. એમાં પણ મોદીના મુદ્દે રોજને રોજ નવા-નવા નિવેદનો આવી રહ્યા છે. સોમવારે ઝારખંડના રામગઢમાં પૂર્વ વિદેશ મંત્રી યશવંત સિન્હાએ પાર્ટીના અધ્યક્ષ રાજનાથસિંહની મશ્કરી કરતા જણાવ્યું કે જો કોઇ પાર્ટીના કાર્યકર પીએમની ઉમેદવારીને લઇને નરેન્દ્ર મોદીનું નામ લેશે તો તેમની નોકરી જતી રહેશે.

ઉલ્લેખનીય છે કે બીજેપી અધ્યક્ષ રાજનાથ સિંહે સોમવારે પાર્ટી કાર્યકર્તાઓને આહ્વાન કર્યું હતું કે તેઓ આ મુદ્દે કોઇ ચર્ચા ના કરે. પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને જણાવ્યું કે તે પીએમ પદને લઇને કોઇ નિવેદનબાજી ના કરે. તેમણે જણાવ્યું કે ભાજપામાં પરંપરા રહી છે કે સીએમ અને પીએમ પદ માટેનો નિર્ણય પાર્ટીની સંસદીય સમિતિ કરે છે.

નરેન્દ્ર મોદીની ભલામણ અને નિતિન ગડકરી પર નિશાનો સાધી વિવાદોમાં ફસાઇ ચૂકેલા યશવંત સિન્હાએ હવે બીજેપી અધ્યક્ષ રાજનાથ સિંહની મશ્કરી કરતા જણાવ્યું કે જો કોઇએ પીએમ પદની ઉમેદવારી માટે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ લીધું તો તેમની નોકરી જતી રહેશે.

જોકે રાજનાથની સલાહ બાદ પણ બીજેપી નેતા શત્રુઘ્ન સિન્હાએ પીએમ પદના ઉમેદવારને લઇને નરેન્દ્ર મોદીનો રાગ છેડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મોદી અંગે તેઓ રાજનાથ સિંહ જેવા વિચારો ધરાવે છે. મોદી લોકપ્રિય નેતા છે તેમાં કોઇ બેમત નથી.

મુખ્તાર અબ્બાસ નકવીએ સોમવારે જણાવ્યું હતું કે સંસદીય બોર્ડ યોગ્ય સમયે પાર્ટીના વરિષ્ઠ આઠ નેતાઓમાંથી એકને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાની જાહેરાત કરવામાં આવશે. તેમને કહ્યું હતું કે આ મુદ્દે પાર્ટીમાં કોઇ અસમંસજસ કે મતભેદ નથી.

English summary
yashwant sinha done jeer on PM candidate, if you take name of modi for PM candidate, you lost your job.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X