For Quick Alerts
For Daily Alerts
ભાજપમાં સામેલ નહીં થાય યેદિયુરપ્પા, બહારથી કરશે સમર્થન
નવી દિલ્હી, 19 સપ્ટેમ્બરઃ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા બાદ ભાજપમાં સામેલ થવાના સંકેત આપનારા કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પાએ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ભાજપને બહારથી સમર્થન કરશે. પાર્ટીમાં સામેલ નહીં થાય. થોડા સમય પહેલાં મોદીની પીએમ પદની ઉમેદવારીનું સ્વાગત કરનારા યેદિયુરપ્પાનું આ પગલું ભાજપ માટે સારું માનવામાં આવી રહ્યું નથી.
યેદિયુરપ્પાને ખનન ગોટાળાના કારણે કર્ણાટકના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારબાદ તેમણે ભાજપથી દૂર રહીને એક નવી પાર્ટી કર્ણાટક જનતા પાર્ટીનું નિર્માણ કર્યું હતું, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને કોઇ મોટી સફળતાં મળી નહોતી. હવે એ જાણવા જેવી વાત હશે કે ભાજપ યેદિયુરપ્પાને કેવી રીતે મનાવી લે છે.જાણવા મળી રહ્યું છેકે, યેદિયુરપ્પાએ ભાજપમાં ફરીથી સામેલ નહીં થવાનો નિર્ણય પોતાની પાર્ટીના નેતાઓના કહેવાથી કર્યો છે, જે અનેક દલોને છોડીને કર્ણાટક જનતા પાર્ટીમાં જોડાયા છે. તેમાના કેટલાક ભાજપ વિરોધી પણ છે.