For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યેદીયુરપ્પા નવી પાર્ટી 'કર્ણાટક જનતા પક્ષ' થકી લડવા સજ્જ

|
Google Oneindia Gujarati News

bs yeddyurappa
બેંગલોર, 9 નવેમ્બર: ભાજપના બળવાખોર નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પાએ કર્ણાટકમાં આજે વિધિવત પોતાના અલાયદા પક્ષની જાહેરાત કરી દીધી છે. યેદીયુપ્પાએ પોતાના નવા પક્ષની જાહેરાત કરતા જણાવ્યું હતું કે તેઓ વિધાનસભાની તમામ સીટો પર પોતાના ઉમેદવાર ઉભા કરશે.

યેદિયુરપ્પાની નવી પાર્ટીનું નામ 'કર્ણાટક જનતા પક્ષ' રાખ્યું છે. યેદીયુરપ્પાએ નવી પાર્ટીના અધ્યક્ષ તરીકે ધનંજય કુમારની પસંદગી કરી છે. યેદીયુરપ્પાએ જણાવ્યુ હતુ કે તેઓ 9 ડિસેમ્બરના રોજ મહારેલીનું પણ આયોજન કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે યેદીયુરપ્પાએ ભૂતકાળમાં પણ એવા સંકેતો આપ્યા હતા કે પક્ષમાં મને હાંસિયામાં ધકેલી દેવા આવી રહ્યો હોવાથી તેઓ પોતાનો અલગ પક્ષ રચીને જાતે જ નિર્ણયો કરશે.

જોકે યેદીયુરપ્પાએ અલગ પાર્ટીની રચના કરીને ભાજપને જડબાતોડ જવાબ આપ્યો છે. ગુજરાતમાં પણ બીજેપીના બળવાખોર નેતા કેશુભાઇ પટેલે પોતાનો નવો પક્ષ 'ગુજરાત પરિવર્તન પાર્ટી' રચ્યો છે. હવે જોવાનું એ છે કે નવો પક્ષ રચીને આ બળવાખોર નેતાઓ બીજેપીને હંફાવી શકે છે કે નહી.

English summary
Karnataka’s former chief minister BS Yeddyurappa has decided that his new regional party would contest from all the seats in the state’s Assembly Elections scheduled next year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X