For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SIFF Young Artiste 2020: યંગ આર્ટિસ્ટે સ્કૉલરશિપ પ્રોગ્રામ માટે ટૉપ 100 ફાઈનલિસ્ટની ઘોષણા કરી

SIFF Young Artiste 2020: યંગ આર્ટિસ્ટે સ્કૉલરશિપ પ્રોગ્રામ માટે ટૉપ 100 ફાઈનલિસ્ટની ઘોષણા કરી

|
Google Oneindia Gujarati News

બેંગ્લોરઃ સંગીત અને નૃત્યની વિવિધ વિદ્યાઓમાં રાષ્ટ્રીય સ્તરની પ્રતિભા પ્રતિયોગિતા SIFF Young Artiste 2020ના 100 ફાઈનલિસ્ટ ઘોષિત કરી દેવામાં આવ્યા છે. આના માટે દેશભરના 11-18 વર્ષની ઉંમરના 12 હજારથી વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. આ વર્ષની શરૂઆતમાં કાર્યક્રમને દિગ્ગજ કલાકારો જેવા કે અમજદ અલી ખાન, શોવના નારાયણ, અરુણા સાઈરામ, ટેરેંસ લુઈસ અને શાલ્મલી ખોલગડેએ લૉન્ચ કર્યો હતો. હવે આ 100 ફાઈનલિસ્ટને 25 લાખ રૂપિયાની શિષ્યવૃત્તિથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે, જેમાં ઉચ્ચ ગુણવત્તા વાળા મેંટરશિપ પ્રોગ્રામ અને ફાઈનલમાં કેશ અવોર્ડ પણ સામેલ છે. હાલ ફાઈનાલિસ્ટ યંગ આર્ટિસ્ટ એડવાંસ્ડ મેંટરશિપ પ્રોગ્રામમાં સામેલ થી રહ્યા છે, જેમાં તેમણે પોતાના ચૂંટાયેલા ક્ષેત્રને લઈ જરૂરી પરામર્શ આપવામાં આવશે.

young artiste

સંગીત અને નૃત્ય જગતના કલાકાર ડૉ એલ સુબ્રમણ્યમ, કવિતા કૃષ્ણમૂર્તિ અને માધવી મુદ્દલ પ્રતિભાગિઓને પરામર્શ આપશે. આની સાથે જ આ ક્ષેત્રના નિષ્ણાંતો જેવા કે રૂકમણી વિજયકુમાર (ભરતનાટ્યમ), અનુપમા ભાગવત (સિતાર/સરોદ), નિકિતા ગાંધી (ભારતીય અને પશ્ચિમી વોકલ), સાગર બોરા (હિપ-હૉપ) તથા અન્ય લોકો પોતપોતાના ક્ષેત્રમાં વિશેષ સેશન પણ લેશે. ફાઈનલનું આયોજન કોવિડ 19થી બચાવના ઉપયા અપનાવતા કરવામા આવશે, જેમાં સરકાર દ્વારા જાહેર કરાયેલ જરૂરી દિશા નિર્દેશોનું પાલન પણ થશે. યંગ આર્ટિસ્ટના કો ફાઉન્ડર કવિતા અય્યરનું કહેવું છે કે, આ અસાધારણ પ્રતિભાઓને જાણવાથી બહુ ખુશી મળી રહી છે અને અમે પસંદિત ફાયનાલિસ્ટ ઘોષિત કરતાં ગર્વ મહેસૂસ કરી રહ્યા છીએ. અમે મેંટર્સ અને જ્યૂરીનો આભારી છીએ, જેઓ આ પ્રયાસમાં અમારી સાથે જોડાવવા માટે રીજી થયા.

યંગ આર્ટિસ્ટની સીઝન 1માં દેશભરના બાળકોએ અરજી આપી હતી. જેની અપાર સફળતા બાદ આ પ્રયાસો ચાલુ છે. આ વર્ષે કોરોના વાયરસ લૉકડાઉન લાગ્યું હોવા છતાં આ પહેલ આગળ વધી. તમામ સાવધાની વરતતાં ઑડિશન આયોજિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં એવા વિદ્યાર્થીઓ પણ આવ્યા જેમના પરિવારમા કોઈને કોઈ કલાકાર રહ્યું હોય. સાથે જ એવા પણ આવ્યા જેમના પરિવારમાં કોઈને આ કળાનો કોી અનુભવ ના હોય. જે કળા કોઈ અન્ય સ્થાને મશહૂર છે, તેમાં જ કોઈ અન્ય રાજ્યના બાળકોમાં રૂચી જોવા મળી. જેનાથી એટલું જરૂર સમજમાં આવ્યું કે કળા કોઈ ભેદભાવ નથી કરતી, તેની કોઈ સીમા નથી હોતી. કોઈપણ કલાકાર હોય શકે છે.

એસઆઈએએફએફના ટ્રસ્ટી સંદીપ સિંઘલ કહે છે, 'ભારતમાં યુવા કલાકારોની છૂપાયેલી ક્ષમતાને ઓળખવા અને તેમને એક રાષ્ટ્રીય સ્તરનું મંચ આપવા માટે યંગ ર્ટિસ્ટ (Young Artiste)ની સ્થાપના કરવામાં આવી છે. જેથી આ કલાકારોને પોતાના કૌશલમાં મહારથ હાંસલ કરવા માટે રસ્તો મળી શકે. મેંટરશિપ કાર્યક્રમ અને વિવિધ કલાઓ વિશે જાણવાથી પણ તેના જ્ઞાનનો વિસ્તાર વધશે.' જણાવી દઈએ કે ફિનાલેના પરપોર્મન્સની તૈયારીઓમાં YAMP માસ્ટરક્લાસ અને વર્કશોપને સામેલ કરશે. યંગ આર્ટિસ્ટ પાસે જ્યૂરીની એક પેનલ હશે, જે કાર્યક્રમની શરૂઆતથી આ પ્રક્રિયામા ંસામેલ રહ્ય ચે અને આ નિષ્ણાંતો 20 શ્રેણિઓમાં પ્રત્યેક માટે વર્કશોપ્સ પણ લેશે.

યંગ ર્ટિસ્ટ મેંટર, ડૉ. સુબ્રમણ્યમે કહ્યું, 'મને યંગ ર્ટિસ્ટ મેંટરશિપ પ્રોગ્રામ સાથે જોડાઈને ખુશી થઈ રહી છે. ભારત એક એવો દેશ છે જે છૂપાયેલી પ્રતિભાઓથી ભરેલો છે, જેની ખોજ કરવામાં આવી રહી છે. આ નવા કલાકારોને મળવું હકિકતમાં ઉત્સાહજનક છે. હું આપણા દેશના પ્રતિભાશાળી યુવાઓની ખોજ કરવા જેવા અદ્ભુ કામ કરવા માટે SIFF- યંગ આર્ટિસ્ટના વખાણ કરું છું.' જણાવી દઈએ કે યંગ આર્ટિસ્ટ એડવાન્સ્ડ મેન્ટરશિપ પ્રોગ્રામ કળા શિક્ષામાં ગેમ ચેન્જર સાબિત થઈ છે. જે ભારતમા વિદ્યાર્થીઓ માટે પથપ્રદર્શક તો બની જ રહી છે, સાથે જ સમાન કલામાં નિપુણ લોકો માટે સમુદાયનું નિર્માણ કરી રહી છે. 100 ફાઈનલિસ્ટની યાદી જોવા માટે તમે યંગ આર્ટિસ્ટની વેબસાઈટ પર જઈ શકો છો.

ટૉપ 100 યુવા કલાકારોની યાત્રા

યંગ આર્ટિસ્ટ 2020 ભારતના સ્કૂલી બાળકો માટે એક રાષ્ટ્રીય સ્તરની પ્રતિભા પ્રતિયોગિતા છે. જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પ્રેરણા અને માન્યતા પ્રદાન કરવાનો છે. આ કાર્યક્રમ દ્વારા વધુમાં વધુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને તેમને પુરસ્કારથી સન્માનિત કરવામા ંઆવે છે. અને હવે તમામ 20 શ્રેણિઓના ફાઈનલિસ્ટને 25 લાખ રૂપિયાની 100 શિષ્યવૃત્તિ પ્રદાન કરવામા આવશે. કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થી પ્રતિભા શોધવા અને કળાના મામધ્યમથી તેમની યા્રામાં તેમનું સમર્થન કરવાની છે. હવે વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય મંચ પર પ્રદર્શન કરવાનો અવસર મળશે. દેશના શ્રેષ્ઠ અને પ્રસિદ્ધ કલાકાર જેવા કે અમજદ અલી ખાન, ટેરેંસ લુઈસ, શોવના નારાયણ, શાલ્મલી ખોલગડે, અરુણા સાઈરામ અને કેટલાય અન્ય વિદ્યાર્થીઓને ગાઈડેન્સ આપશે.

એસઆઈએફએફ શું છે?

એસઆઈએફએફનું ફુલ ફોર્મ સિંઘલ ઐય્યર ફેમિલી ફાઉન્ડેશન છે. જે કર્ણાટક રાજ્યના બેંગ્લોર સ્થિત એક પરોપકારી સંગઠન છે. જેની સ્થાપના સારાં શિક્ષણની દિશામાં કામ કરવા અને ભારતીય સંગીત અને કલા પ્રત્યે પ્રેમને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી.

આજે ગૌતમ કિચલૂ સાથે સાત ફેરા લેશે અભિનેત્રી કાજલ અગ્રવાલ, તસવીરો જુઓઆજે ગૌતમ કિચલૂ સાથે સાત ફેરા લેશે અભિનેત્રી કાજલ અગ્રવાલ, તસવીરો જુઓ

English summary
young artiste announces top 100 finalist for scholarship programme
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X