For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

..અને BSP નેતા પર થયો સડેલા ઇંડા અને ચપ્પલોનો વરસાદ!

|
Google Oneindia Gujarati News

naseemuddin
આઝમગઢ, 4 જુલાઇ : બહુજન સમાજવાદી પાર્ટીના નેતા અને ઉત્તર પ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી માયાવતીના ખાસ નસીમુદ્દીન સિદ્દીકીના એક કાર્યક્રમમાં એ સમયે હોબાળો મચી ગયો જ્યારે રેલીમાં આવેલા બે યુવાનોએ તેમના પર સડેલા ઇંડા અને ચપ્પલો ફેંકી. પોતાના નેતાની સાથે આ પ્રકારનો વ્યવહારના પગલે બીએસપી કાર્યકરો રોષે ભરાયા અને રેલીમાં હોબાળો મચી ગયો.

જોકે બીએસપી નેતા નસીમુદ્દીન સિદ્દીકી સરાયમીર ક્ષેત્રના ખરેવાંમાં એક ભાઇચારા સમ્મેલનમાં ભાગ લેવા માટે આવ્યા હતા. બીએસપીએ મુસ્લિમોને જોડવા માટે ભાઇચારા સમ્મેલનનું આયોજન કર્યું હતું. આ સમ્મેલનમાં ભારે ભીડ જમા થઇ હતી. ભીડમાં આવેલા બે યુવકોએ નસીમુદ્દીન સિદ્દીકીને નિશાન બનાવીને ઇંડા અને ચપ્પલો ફેંકી.

તેમનો દૂર્વ્યવહાર જોઇને બીએસપી કાર્યકર્તાઓએ બંનેને પકડીને ઢોર માર માર્યો. હોબાળો વધતા જોઇને નસીમુદ્દીને તેમને છોડી મૂકવાનો આદેશ આપ્યો અને પોતાની રાજનીતિ ચમકાવતા કહ્યું કે તેમણે જાતે નહીં પરંતુ મારા વિરોધીઓના કહેવા પર આવું કર્યું હશે.

આ ઘટનાને રાજકીય રંગ આપતા નસીમુદ્દીન સિદ્દીકીએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં હવે ના તો સામાન્ય જનતા સુરક્ષિત છે અને નહીં ખાસ લોકો. રાજ્યની કાનૂન વ્યવસ્થા એ રીતે ધ્વંસ્ત થઇ ચૂકી છે કે સરકારી અધિકારીઓ સુધ્ધા સુરક્ષિત નથી તો એવામાં વિરોધી પાર્ટીના નેતાઓને સરકાર કેવી રીતે સુરક્ષા આપી શકશે.

English summary
A youth threw a slipper towards Siddiqui in Azamgarh while he was addressing party's 'Muslim bhaichara sammelan'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X