For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 રૂપિયાની ટિકિટ જ નરેન્દ્ર મોદીની સાચી કિંમત: મનીષ તિવારી

By Kumardushyant
|
Google Oneindia Gujarati News

manish-tewari
નવી દિલ્હી, 16 જુલાઇ: હૈદ્રાબાદમાં નરેન્દ્ર મોદીની જાહેર સભાઓ માટે 5 રૂપિયા પ્રતિ ટિકિટ દર નક્કી કરવા માટે ભાજપાના પગલાંની ટીકા કરતાં કોંગ્રેસે કહ્યું હતું કે આ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રીની 'અસલી કિંમત' ખબર પડી ગઇ છે.

કોંગ્રેસના નેતા અને સૂચના અને પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર લખ્યું છે કે 'બાબા પ્રવચનની ટિકિટ 100 થી 100 0 રૂપિયા. બોક્સ ઓફિસ પર ફ્લોપ હોવાછતાં સિનેમાની ટિકિટ 200 થી 500 રૂપિયા અને એક મુખ્યમંત્રીને સાંભળવાની ટિકિટ 5 રૂપિયા રાખી છે. બજારે અસલી કિંમત બતાવી દિધી છે.

નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાની નામે કમાણીના ઉદ્દેશ્યથી ભાજપની આંધ્રપ્રેદશ એકમે તેમની જાહેર સભામાં સામેલ થવા માટે 5 રૂપિયા પ્રતિ વ્યક્તિના દરેથી રજીસ્ટ્રેશનની રકમ એકત્ર કરી રહી છે. તાજેતરમાં જ ભાજપની ચૂંટણી સમિતિના અધ્યક્ષ તરીકે નિમવામાં આવેલા નરેન્દ્ર મોદી 11 ઓગષ્ટના રોજ રાજ્યમાં એક સભાને સંબોધશે. પાર્ટીએ કહ્યું હતું કે આ જમા કરવામાં આવેલી રકમને ઉત્તરાખંડના પૂરગ્રસ્તોને આપવામાં આવશે.

ભાજપના દિગ્ગજ પર હુમલો તેજ કરતાં કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે 'ભાજપ દ્વારા લેવામાં આવતા 5 રૂપિયા કદાચ માર્કેટની ડિસ્કવરી પ્રાઇઝ હોય શકે. 1.2 અરબ લોકો પર થોપવામાં આવી રહેલા આ દર પર શું કહેવું. વિશુદ્ધ ફાસીવાદ.'

એક દિવસ પહેલાં જ કોંગ્રેસે નરેન્દ્ર મોદીના સત્તારૂઢ પક્ષ પર નિશાન બનાવીને કરવામાં આવેલી 'ધર્મનિરપેક્ષતાનો બુરખો' સંબંધી ટિપ્પણીની આલોચના કરી હતી. નરેન્દ્ર મોદી કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે જ્યારે પણ પાર્ટી સંકટમાં ઘેરાઇ જાય છે તો તે ધર્મનિરપેક્ષતાનો બુરખો પહેરી લે છે. અને બંકરમાં સંતાઇ જાય છે. હૈદ્વાબાદના લાલ બહાદુર સ્ટેડિયમમાં નરેન્દ્ર મોદીની સભા યોજાશે જેમાં 18 થી 40 વર્ષના લગભગ 1 લાખ લોકો ભાજપના પક્ષમાં કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.

ભાજપે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દિધી છે જે 10 ઓગષ્ટ સુધી ચાલશે. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે ભાજપનો ટાર્ગેટ આંધ્ર પ્રદેશની રાજધાનીમાં મોટી સંખ્યામાં આઇટી સાથે સંકળાયેલા લોકો અને કોલેજના વિદ્યાર્થીઓ સુધી પહોચવાનો છે.

English summary
Taking a dig at the BJP for charging Rs 5 as entry fee for Narendra Modi's rally in Hyderabad, Manish Tewari on Tuesday taunted that the price of the ticket "discovers true value".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X