હવા મોદીના પક્ષમાં, ભાજપ આ વખતે ચોક્કસ સિક્સર ફટકારશે: અડવાણી

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 7 જાન્યુઆરી: એવું લાગે છે કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને લઇને પાર્ટીના 'ભીષ્મ પિતામહ' લાલકૃષ્ણ અડવાણીની નારાજગી ઓછી થતી જાય છે. લાલકૃષ્ણ અડવાણીએ દાવો કર્યો છે કે આગામી સરકાર ભાજપની બનશે, કારણ કે હવા નરેન્દ્ર મોદીના પક્ષમાં છે.

જો કે સોમવારે દુનિયાભરમાંથી આવેલા ભાજપના સમર્થક પાર્ટીના દિલ્હી મુખ્યાલય પર એકઠા થયા, તો આખો દિવસ દિગ્ગજ નેતાઓની લાઇનો લાગતી રહી. આ દરમિયાન લાલકૃષ્ણ અડવણી 'ભીષ્મ પિતામહ'ના રોલમાં જોવા મળ્યા.

લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે કોંગ્રેસ દસ વર્ષોથી નો બોલ પર નો બોલ કરતી જાય છે અને ભાજપ આ વખતે જરૂર સિક્સર ફટકારશે. લાલકૃષ્ણ અડવાણીએ એક પણ તક છોડી ન હતી કે હવા નરેન્દ્ર મોદીના પક્ષમાં છે.

modi-advani

લાલકૃષ્ણ અડવાણી ભલે વિદેશી મૂળના ભારતીયોને એ સમજાવી રહ્યાં છે પરંતુ તેમની વાતો નિશ્વિતપણે મોદીને શાંતિ અર્પી રહી હશે. લાલકૃષ્ણ અહીં જ અટક્યા નહી તેમને ઇશારા ઇશારામાં એ પણ કહી દિધું કે દિલ્હીમાં પાર્ટી નેતૃત્વએ સીએમ ઇન વેટિંગની જાહેરાત કરવામાં મોડું કરી દિધું એટલે પાર્ટી સત્તા સુધી પહોંચી ન શકી.

લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે જો પાર્ટીએ મુખ્યમંત્રીના ઉમેદવારની જાહેરાત પહેલાં કરી હોત તો હર્ષવર્ધન મુખ્યમંત્રી હોત. જો વધુ મોડું થયું હોત તો આમ આદમી પાર્ટીને બહુમત હોત.

English summary
Senior BJP leader L.K. Advani Monday said if Harsh Vardhan had been projected as the Delhi chief ministerial candidate earlier, the party would have got a majority in the assembly elections.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.