કેજરીવાલ આજે ખોલશે શીલા સરકારની પોલ

arvind-kejriwal
નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી: આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ આજે દિલ્હીમાં શીલા દિક્ષિત સરકાર વિરૂદ્ધ મોટી ખુલાસો કરી શકે છે. અરવિંદ કેજરીવાલ દિલ્હીની શીલા દિક્ષિત સરકાર પર વિજ કંપનીઓ સાથે મિલીભગત કરી ગોટાળા કર્યા હોવાના આરોપો લગાવી રહ્યાં છે. આજે કેજરીવાલે જાહેરાત કરી છે કે વિજ ગોટાળાના પૈસા કયા-કયા ખાતામાં ગયા છે.

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે થોડાં દિવસો પહેલાં ભોપાલમાં જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી એક ફેબ્રુઆરીથી દિલ્હી સરકાર વિરૂદ્ધ પોતાનું અભિયાન ચલાવશે. આમ આદમી પાર્ટીએ આ અભિયાન હેઠળ દિલ્હી સરકારના વિજળી અને પાણીના બીલ ગોટાળાનો પર્દાફાશ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીની એક કોર્ટમાં મુખ્યમંત્રી શીલા દિક્ષિતના રાજકીય સચિવ પવન ખેડા દ્રારા દાખલ કરવામાં આવેલી એક આપરાધિક માનહાનિ કેસમાં અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ સમન્સ રજૂ કરવામાં આવ્યું છે. વધારાની મુખ્ય મેટ્રોપોલિયન મેજિસ્ટ્રેત શૈલેન્દ્ર મલિકે એક ફરિયાદના આધારે અરવિંદ કેજરીવાલને 20 માર્ચના રોજ આરોપી તરીકે બોલાવ્યા હતા. આ ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે કેજરીવાલ એક ટેલિવિઝન કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી વિરૂદ્ધ ખોટી ભાષાનો ઉપયોગ કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X