For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વોર્ટન ઇન્ડિયા ઇકોનોમિક ફોરમમાં મોદીનું ભાષણ રદ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 4 માર્ચ: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું આ મહિનાના અંતે પ્રતિષ્ઠિત વાર્ટન ઇન્ડિયા ઇકોનોમિક ફોરમમાં યોજાનાર ભાષણનો વિરોધ બાદ રદ કરવામાં આવ્યું છે. પ્રતિષ્ઠિત વોર્ટન સ્કૂલે યુનિવર્સિટીના કેટલાક પ્રોફેસરો અને વિદ્યાર્થીના વિરોધ બાદ આ પગલાં ભર્યા છે.

આ પ્રતિષ્ઠિત વાર્ષિક કાર્યક્રમનું આયોજન સમિતિના પેનસિલવેનિયા યુનિવર્સિટી અને વોર્ટૅન સ્કૂલના મેનેજમેન્ટે આ મુશ્કેલ સ્થિતીમાં નાખવા બદલ માફી માંગી છે. સમિતિએ કહ્યું હતું કે હવે નરેન્દ્ર મોદીની જગ્યાએ અન્ય પ્રમુખ ભારતીય નેતા મુખ્ય સંબોધન કરશે અને તેમના નામની જાહેરાત ટુંક સમયમાં કરવામાં આવશે. પરંતુ આ કાર્યક્રમ માટે મોદીને આમંત્રિત કરવાના નિર્ણય પર મક્કમ રહેતા આયોજન સમિતિએ આશા વ્યક્ત કરી છે કે કોઇ વિવાદને આમંત્રણ આપવામાં નહી આવે.

વોર્ટન ઇન્ડિયા ઇકોનોમિક ફોરમના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદીનું મુખ્ય સંબોધન રદ કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદીને 22-23 માર્ચના રોજ ફિલાડેલ્ફિયામાં થનાર ફોરમની બેઠકમાં વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી તે મુખ્ય સંબોધન આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે 'અમે આશા વ્યક્ત કરીએ છીએ કે નરેન્દ્ર મોદી બીજા ઉચિત મંચ પર બોલશે, જ્યાં કોઇપણ જાતના વિવાદ વિના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે.

narendra-modi-speech

વોર્ટનના કેટલાક પ્રોફેસરો અને વિદ્યાર્થીઓએ કડક શબ્દોમાં પત્ર લખીને કહ્યું હતું કે તેમને આ જાણીને ખુબ જ ખરાબ લાગ્યું છે કે ફોરમના મુખ્ય સંબોધનકર્તા તરીકે નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ તે રાજનેતા છે જેમને અમેરિકાએ 18માર્ચ, 2005ના આધાર પર ડિપ્લોમેટિક વિઝા આપવાની મનાઇ કરી દિધી હતી. મુખ્યમંત્રી હોવાછતાં તેમને ગુજરાતના મુસલમાનોને નિશાન બનાવનાર અને રમખાણો અટકાવવા માટે પગલાં ભર્યા ન હતા. યોજના આયોગના ઉપાધ્યક્ષ મોંટેક સિંહ અહૂવાલિયા 23 માર્ચના રોજ ફોરમને સંબોધિત કરી શકે છે.

પોતાના નિવેદનમાં ફોરમે કહ્યું હતું કે વિદ્યાર્થીઓનું એક ગ્રુપ નરેન્દ્ર મોદીની વિશ્વનિયતા, સુશાસન, વિચારધાર અને નેતૃત્વથી પ્રભાવિત છે જે તેમને નિમંત્રિત કરવાનું મુખ્ય કારણ હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે, પરંતુ પેનસિલવેનિયા યુનિવર્સિટીમાં એક જવાબદાર વિદ્યાર્થી સંસ્થાના રૂપમાં અને વિભિન્ન પક્ષો પર પડનાર અસરને ધ્યાનમાં રાખવા જોઇએ. અમારી ટીમ અનુભવે છે કે પૂર્વ વિદ્યાર્થી, વિદ્યાર્થી સંસ્થા અને અમારા સમર્થકોના કેટલાક જૂથોની સંભવિત પ્રતિક્રિયા નરેન્દ્ર મોદીને અસહજ સ્થિતીમાં મુકી શકે છે, જેને અમે ગમે તે ભોગે ટાળવા માંગીએ છીએ.

સંમેલનમાં આમંત્રિત અન્ય મુખ્ય અતિથિ તરીકે મિલિંદ દેવડા, અદાણી ગ્રુપના ગૌતમ અદાણી, શબાના આઝમી અને જાવેદ અખ્તર હાજર રહેશે.

English summary
Narendra Modi's keynote address at the prestigious Wharton India Economic Forum later this month was cancelled on Sunday under pressure from multiple stakeholders.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X