For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કસાબ બાદ અફઝલ ગુરૂને ફાંસી, જમ્મૂ-કાશ્મીરમાં કર્ફ્યું

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

afzal-guru-hanging
નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી: સંસદ હુમલાના માસ્ટર માઇન્ડ અફઝલ ગુરૂને આજે સવારે તિહારની જેલ નંબર 3 માં ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો છે. ગૃહમંત્રી સુશિલ કુમાર શિંદેએ શનિવારે આઠ વાગે ફાંસી આપી હોવાની અને મૃત જાહેર કરવાની અધિકારીક રીતે પુષ્ટિ કરી છે. મળતી માહિતી મુજબ અફઝલ ગુરૂને ફાંસી આપી હોવાની સુચના પહેલાં આપવામાં આવી હતી. કોઇપણ પ્રકારની અશાંતિ ન ફેલાઇ તે માટે જમ્મૂ અને કાશ્મીરમાં ભારે સુરક્ષા દળ ગોઠવી દેવામાં આવ્યા છે અને શ્રીનગર, બારામૂલ સહિત કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુંની પણ જાહેરાત કરી દિધી છે.

કહેવમાં આવે છે કે શુક્રવારે રાત્રે માંડી સાંજે ગૃહ મંત્રાલયની બેઠકમાં અફઝલને ફાંસીએ લટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલાં રાષ્ટ્રપતિએ અફજલ ગુરૂની દયાની અરજી નકારી કાઢી હતી. અજમલ કસાબને ફાંસીએ લટકાવ્યા બાદ સરકાર પર સતત અફઝલ ગુરૂને ફાંસી આપવાનું દબાણ વધી રહ્યું હતું. સંસદ હુમલાના મુખ્ય આરોપી અફઝલ ગુરૂને ફાંસી આપ્યા બાદ મુંબઇ અને પુણેમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. અફઝલ ગુરૂને પણ ફાંસી આપી હોવાની પુષ્ટી ભારત સરકારના સચિવ આર કે સિંહે કરી હતી. આર કે સિંહે લગભગ સવારે આડા આઠ વાગે આ વાતની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે તિહાર જેલમાં અફજલને ફાંસી આપવામાં આવી હતી.

અફઝલ ગુરૂ ઉપરાંત હજુ પણ 5 વધુ આતંકવાદી છે જે ફાંસીની રાહ જોઇ રહ્યાં છે. જેમાં મનિંદરજીત સિંહ બિટ્ટાને ટારગેટ બનાવી બોમ્બ ધમાકો કરનાર દેવિંદર પાલ ભુલ્લર, પંજાબના સીએમ બેઅંત સિંહની હત્યા કરનાર બલવંત સિંહ રાજોઆના અને રાજીવ ગાંધીનો હત્યારો મુરૂગન, સંથાન અને પેરારિવલનનો સમાવેશ થાય છે.

English summary
Meta Description:Parliament attack master mind Afzal Guru hanged. A curfew has been declared in and around Afzal Guru's hometown of Sopore in the Kashmir Valley.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X