For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજેટ સત્ર શરૂ થતાં તેલગાણાં સમર્થક સાંસદોનો હંગામો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

parliament
નવી દિલ્હી, 21 ફેબ્રુઆરી: સંસદના આજથી શરૂ થનાર બજેટ સત્રમાં વિપક્ષના ભષ્ટ્રાચાર અને ફુગાવા જેવા મુદ્દાઓ પર હંગામો મચાવવાની જાહેરાત બાદ તેના હંગામી મચવાની આશંકા છે. જો કે સરકારે વિપક્ષ સાથે મૂલ્યોના પ્રયાસમાં કહ્યું હતું કે બધા મુદ્દાઓ પર ચર્ચા અને હેલિકોપ્ટર ગોટાળાની કોઇપણ પ્રકારે તપાસ કરવાની છે.

Upadate: 4.46

સંસદનું બજેટ શરૂ થતાં જ ફરી તેલંગણા સમર્થક સાંસદોનો હંગામો શરૂ થઇ ગયો છે. તેલંગાણાને અલગ રાજ્ય બનાવવાની માંગણી પર કોંગ્રેસના સાંસદોએ સંસદના ગેટ નંબર એકને બહાર ધરણા યોજ્યા હતા.

સરકાર માટે બજેટ સત્રમાં તેલંગાણાના મુદ્દે વિરોધનો સામનો કરવો પડે છે. ટીઆરએસ જેવી પાર્ટીઓ ઉપરાંત હવે કોંગ્રેસના પણ કેટલાક સાંસદો આ મુદ્દે સરકારથી નારાજ છે. ગત સત્રમાં સરકારે તેલંગાણા પર એક મહિનામાં નિર્ણય લેવાનો વાયદો કર્યો હતો જે હજુ સુધી લટકેલો છે.

સરકારના ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેની ભગવા આતંકના મુદ્દે કરવામાં આવેલી ટિપ્પણી કારણે ભાજપ સાથે ટકરાવના આસાર ટાળી દિધો છે. સુશીલ કુમાર શિંદેએ પોતાની આ ટિપ્પણી પર મોડી રાત્રે ખેદ પ્રગટ કરતાં કહ્યું હતું કે તેમનો ઇરાદો કોઇને ઠેસ પહોંચાડવા અથવા આતંકને કોઇ ધર્મ સાથે જોડવાનો ન હતો.

લોકસભામાં વિપક્ષની નેતા સુષ્મા સ્વરાજે સંસદને સુચારું રૂપથી ચલાવવાની પૂર્વ શરત રાખી હતી કે સુશીલ કુમાર શિંદે પોતાની ટિપ્પણી પરત પાછી ખેંચી લે અને માંફી માંગે. સુશીલ કુમાર શિંદે કથિત રીતે કહ્યું હતું કે ભાજપ અને આરએસએસની શિબિરોમાં હિન્દુ આતંકી તાલીમ આપવામાં આવે છે.

ભાજપે સુશીલ કુમાર શિંદેના નિવેદનનું સ્વાગત કર્યું છે પરંતુ સાથે જ કહ્યું છે કે આ પગલું મોડું ભરવામાં આવ્યું છે. ભાજપે કહ્યું છે કે તે આ મુદ્દાને અહીં જ ખતમ કરે છે અને હવે સંસદમાં ઉઠાવશે નહી.

આજે રાષ્ટ્રપતિના અભિભાષણા સાથે થરૂ થનાર આ સત્રમાં આ વખતે ઘણા કાયદાકીય કામો છે. તેમાં ત્રણા અધ્યાદેશોને મંજૂરી આપવા ઉપરાંત 16 ખરડા પસાર કરવાના છે અને 35 ખરડા પસાર કરવાના છે. જેમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા વિધેયક, આપરાધિક કાનૂન સંશોધન વિધેયક, પ્રોન્નતિમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને કોટા સંબંધી વિધેયક, કાર્યસ્થળ પર મહિલાઓનું યૌન ઉત્પીડન રોકવા સંબંધ વિધેયકનો સમાવેશ થાય છે.

સદનમાં 26 ફેબ્રુઆરીએ રેલ બજેટ અને 28 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. રેલ મંત્રી પવન કુમાર બંસલ રેલ બજેટ તો નાણાં મંત્રી પી ચિદંમબરમ સામાન્ય બજેટ રજૂ કરશે. 27 ફેબ્રુઆરીએ આર્થિક સમીક્ષા સદનમાં રાખવામાં આવશે. આ ઉપરાંત ઝારખંડના બજેટને પણ મંજૂરી આપવામાં આવશે, જ્યાં હાલ રાષ્ટ્રપતિ શાસન ચાલી રહ્યું છે.

કોંગ્રેસે વિપક્ષી દળો અને ખાસકરીને ભાજપ સાથે સદનમાં સુચારુ સંચાલનને સુનિશ્વિત કરવાની અપીલ કરતાં કહ્યું હતું કે અનેક મહત્વપૂર્ન વિધેયક પેન્ડિંગ પડ્યા છે. સરકાર આ બધા મુદ્દાઓ પર ચરચા માટે તૈયાર છે જેના પર વિપક્ષ ચર્ચા ઇચ્છે છે.

English summary
The Budget Session of Parliament beginning Thursday looks set to be stormy with Opposition vowing to strongly raise issues like corruption and order.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X