For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મૂમાં ચાલી નહી મોદી લહેર, બહુમતીથી દૂર: EXIT POLL

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 ડિસેમ્બર: જમ્મૂ કાશ્મીરની 87 સીટો પર આજે ચૂંટણી પુરી થઇ ગઇ. આજે અંતિમ તબક્કાના મતદાનની સાથે જ બધાની નજર 23 ડિસેમ્બરના રોજ આવનારા ચૂંટણીના પરિણામો પર મંડાયેલી છે. તે પહેલાં અલગ-અલગ ચેનલોએ જમ્મૂ-કાશ્મીરના એક્ઝિટ પોલ રજૂ કરી દિધા છે.

આ એક્ઝિટ પોલનું માનીએ તો ઘાટીમાં મોદીની લહેરની અસર જોવા મળી રહી નથી. ભારતીય જનતા પાર્ટી બહુમતીના આંકડાથી ખૂબ દૂર જોવા મળી રહી છે. ઇન્ડિયા ટીવી-સી વોટરના પોલ અનુસાર જમ્મૂ કાશ્મીરમાં પીડીપી સૌથી મોટી પાર્ટી તરીકે તરી આવી છે. તેને 32-28 સીટો જ્યારે ભાજપના ખાતામાં 27-33 સીટો જઇ શકે છે. તો બીજી તરફ કોંગ્રેસને 4-10 અને નેશનલ કોંફ્રેસને 8-14 સીટો મળી શકે છે.

narendra-modi6

તો બીજી તરફ એબીપી-નીલ્સનના એક્ઝિટ પોલના અનુસાર જમ્મૂ કાશ્મીરને 27 થી 33, પીડીપીને 32-38, નેશનલ કોંફ્રેંસને 8-14 અને અન્યના ખાતામાં 2-8 સીટો મળી શકે છે. તેમાં પણ ભાજપ બહુમતીથી ખૂબ દૂર જોવા મળી રહી છે.

તો બીજી તરફ ન્યૂઝ નેશનના એક્ઝિટ પોલમાં જમ્મૂ કાશ્મીરમાં ભાજપને 22-26, પીડીપીને 29-33, એનસીપીને 12-16 અને કોંગ્રેસને 5-9 સીટો મળવાનું અનુમાન બતાવવામાં આવી રહ્યું છે. બધાએ જમ્મૂમાં ભાજપને નંબર-2ના સ્થાન પર દર્શાવવામાં આવી રહી છે. હવે બધાની નજર ચૂંટણીના પરિણામો પર ટકેલી છે.

English summary
According to the Exit Poll Results of C-Voter survey, the Jammu and Kashmir Assembly is heading towards hung assembly as no party seems to have a clear majority.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X