For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રક્ષક બન્યો ભક્ષક : ચાર કોન્સ્ટેબલ સામે અપહરણ અને દારૂની હેરાફેરીનો ગુનો નોંધાયો

પોલીસ મહાનિર્દેશક (DGP) હેઠળ કાર્યરત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સોમવારના રોજ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ચાર કર્મચારીઓ સામે અપહરણ અને દારૂની હેરાફેરી માટે ગુનો નોંધવામાં આવ્યો હતો.

|
Google Oneindia Gujarati News

રાજકોટ : પોલીસ મહાનિર્દેશક (DGP) હેઠળ કાર્યરત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સોમવારના રોજ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ચાર કર્મચારીઓ સામે અપહરણ અને દારૂની હેરાફેરી માટે ગુનો નોંધવામાં આવ્યો હતો. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાયલામાં જ્યાં દારૂના જથ્થાનું કટીંગ ચાલી રહ્યું હતું, ત્યાં રેડ કરવા માટે તેના અધિકાર ક્ષેત્રની બહાર ગઈ હતી. જ્યારે તેઓ દારૂ ભરેલા કન્ટેનરને રાજકોટ તરફ પાયલોટ કરી રહ્યા હતા, ત્યારે સ્ટેટ મોનેટરિંગની ટીમે તેમને અટકાવ્યા હતા અને પૂછપરછ કરી હતી. આ ટુકડી પણ ચોક્કસ માહિતીને પગલે દારૂના જથ્થાની શોધમાં હતી.

rajkot police

દારૂની હેરાફેરી માટે જેઓની અટકાયત કરવામાં આવી હતી, તેમાં સબ ઇન્સ્પેક્ટર ભાવના કડછા, હેડ કોન્સ્ટેબલ દેવા ધરજીયા અને કોન્સ્ટેબલ સુભાષ ઘોઘારી અને ઉપેન્દ્રસિંહ ઝાલાનો સમાવેશ થાય છે. સ્ટેટ મોનિટરિંગ સેલના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, તેઓ તેમના સત્તાવાર અધિકાર ક્ષેત્રની બહાર હોવા છતાં તેઓ સ્થળ પર રેડ કરતા હતા. અમને જાણવા મળ્યું કે, તેઓ ગેરકાયદેસર દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા હતા અને સંબંધિત કલમો હેઠળ તેમની સામે કેસ કરવામાં આવ્યો હતો.

સ્ટેટ મોનિટરિંગ સેલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપી પોલીસે કથિત રીતે જપ્ત કરાયેલા 500 ક્રેટમાંથી 200 દારૂનું વેચાણ કર્યું હતું. એક વરિષ્ઠ અધિકારીએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, તેઓ ગેરકાયદેસર વેચાણ માટે બુટલેગરને દારૂનો જંગી જથ્થો સોંપવાની યોજના બનાવી રહ્યા છે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાયલામાં એક સ્થળ પર રેડ કરવા માટે તેના અધિકાર ક્ષેત્રની બહાર ગઈ હતી, જ્યાં કન્ટેનર ટ્રકમાં દારૂના કન્સાઈનમેન્ટનું કટિંગ ચાલી રહ્યું હતું. જ્યારે તેઓ દારૂ ભરેલા કન્ટેનરને રાજકોટ તરફ પાયલોટીંગ કરી રહ્યા હતા, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અને પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે તેઓ સંતોષકારક જવાબો આપવામાં નિષ્ફળ ગયા હતા કે, તેઓ શા માટે દારૂ પકડવા માટે તેમના અધિકાર ક્ષેત્રની બહાર ગયા હતા. દારૂની હેરાફેરીના ગુનામાં જેઓની અટકાયત કરવામાં આવી હતી. જેમાં હેડ કોન્સ્ટેબલ દેવા ધરજીયા અને કોન્સ્ટેબલ સુભાષ ઘોઘારી અને ઉપેન્દ્રસિંહ ઝાલાનો સમાવેશ થાય છે.

સ્ટેટ મોનિટરિંગ સેલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, તેમની સામે કન્ટેનર ટ્રક ચાલકનું અપહરણ અને દારૂની હેરાફેરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

રાજ્ય મોનિટરિંગ સેલના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, તેઓ તેમના સત્તાવાર અધિકાર ક્ષેત્રની બહાર હોવા છતાં તેઓ સ્થળ પર રેડ કરવા ગયા હતા. અમને જાણવા મળ્યું કે, તેઓ ગેરકાયદેસર દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા હતા અને સંબંધિત કલમો હેઠળ તેમની સામે કેસ કરવામાં આવ્યો હતો.

આરોપી પોલીસે કથિત રીતે જપ્ત કરાયેલા 500 ક્રેટમાંથી 200 દારૂનું વેચાણ કર્યું હતું. એક વરિષ્ઠ અધિકારીએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું કે, તેઓ ગેરકાયદેસર વેચાણ માટે બુટલેગરને દારૂનો જંગી જથ્થો સોંપવાની યોજના બનાવી રહ્યા છે. સોમવારની મોડી સાંજ સુધી, નાયબ પોલીસ અધિક્ષક કે. ટી. કામળીયા દ્વારા પાંચેય પોલીસના અલગ-અલગ નિવેદનો નોંધવામાં આવી રહ્યા હતા. કોન્સ્ટેબલ ત્રણ મિની SUV કારમાં દારૂની ટ્રકનું પાયલોટિંગ કરી રહ્યા હતા અને તેમની સાથે લિસ્ટેડ બુટલેગર સૌરભ ચંદારાણા પણ હતા.

પોલીસના ટોચના સૂત્રોએ જણાવ્યું કે, કોન્સ્ટેબલ ધરજિયા તેની સાથે બાઇક પર જતો હતો. કમળીયાએ જણાવ્યું હતું કે, અમને દારૂની ટ્રકના અપહરણની માહિતી મળી હતી અને માલિયાસણ પાસે વોચ રાખી હતી, જ્યાંથી તેઓને પકડી પાડવામાં આવ્યા હતા.

English summary
Four constables have been charged with kidnapping and alcohol trafficking.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X