For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત: GSTમાં ફેરફારના વિરોધમાં ટેક્સટાઇલ વેપારીઓએ બંધ પાળી વિરોધ નોંધાવ્યો

કાપડ ઉદ્યોગમાં જીએસટીના દરમાં ફેરફાર કરવાના મુદ્દે વેપારીઓએ સરકાર સમક્ષ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. રીંગ રોડ વિસ્તારની તમામ માર્કેટો અને દુકાનો આજેે સજ્જડ બંધ રહી હતી. પરંતુ બીજી બાજુ સારોલી વિસ્તારની મોટાભાગની માર્કેટો

|
Google Oneindia Gujarati News

કાપડ ઉદ્યોગમાં જીએસટીના દરમાં ફેરફાર કરવાના મુદ્દે વેપારીઓએ સરકાર સમક્ષ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. રીંગ રોડ વિસ્તારની તમામ માર્કેટો અને દુકાનો આજેે સજ્જડ બંધ રહી હતી. પરંતુ બીજી બાજુ સારોલી વિસ્તારની મોટાભાગની માર્કેટો રાબેતા મુજબ ખુલી હતી. રીંગ રોડ બંધ રહેવાનું હોવાને કારણે કામકાજ કરવા વેપારીઓ સારોલી આવી ગયાં હતાં.આ સાથે સાંસદ વિરુદ્ધ યુવા વેપારીઓ દ્વારા સૂત્રોચ્ચારનો જુનો વિડીયો વાયરલ થતા વેપારીઓમાં ભારે ઉત્તેજના જાગી હતી.

Surat

જીએસટીના વિરુદ્ધમાં કામકાજ બંધ રાખવાની વેપારીઓને કરવામાં આવેલી અપીલને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. રીંગ રોડ વિસ્તારમાં આવેલી તમામ માર્કેટ આજે સવારથી જ બંધ રહી હતી વેપારીઓએ એકેય દુકાન ખોલી નહોતી. સવારથી જ રીંગરોડ વિસ્તાર સૂમસામ થઈ ગયો હતો. જીએસટીના દર 5 ટકાથી વધારીને 12 ટકા કરવાના વિરોધમાં ટેક્સટાઈલ ઉદ્યોગમાં અપેક્ષિત રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. દરમાં વધારાનો વિરોધ સરકાર સમક્ષ મૂકવામાં આવ્યો હોવા છતાં પરિણામ નહીં મળ્યું હોવાથી, કાપડ માર્કેટ સહિતના અન્ય ટેક્સટાઈલના ઘટકોને વિરોધનું આહવાન કરવામાં આવ્યું હતું.

રીંગરોડ કાપડ માર્કેટ વિસ્તાર આજે સંપૂર્ણપણે સુમસામ હતો. ફ્લાય ઓવરબ્રિજ નીચે પાકગની જગ્યા વાહનો વગર ખાલીખમ્મ હતી. તમામ નાની-મોટી માર્કેટોમાંની દુકાનો વેપારીઓએ ખોલી નહોતી. જ્યારે સુરત ટેક્સટાઇલ માર્કેટના મુખ્ય દરવાજે કારીગર અને મજૂરોની થોડીક હાજરી હતી. પરંતુ માર્કેટ સંપૂર્ણપણે બંધ હતી.

જ્યારે રીંગ રોડ વિસ્તારમાં બંધની પરિસ્થિતિથી તદ્દન વિપરીત પરિસ્થિતિ સારોલી વિસ્તારમાં હતી. સારોલી વિસ્તારના એક વેપારીએ જણાવ્યું કે, રોજ કરતા આજે બે-ત્રણ કલાક વહેલાં જ વેપારીઓ કામકાજ માટે પહોંચી ગયાં હતાં. જે મેનેજમેન્ટ માર્કેટ ખોલવાનો ઇન્કાર કર્યો હતો, તેમની સાથે વેપારીઓને બોલાચાલી પણ કરવી પડી હતી. સમગ્ર રીંગ રોડ વિસ્તાર બંધ રહેવાનો હોવાને કારણે પેન્ડિંગ કામો પતાવવા ઘણાં વેપારીઓએ સારોલી વિસ્તારમાંથી કામકાજ પૂરું કર્યું હતું. આજે દિવસ દરમિયાન સારોલી વિસ્તારમાંથી ગુડસનું ડિસ્પેચીગ સતત ચાલુ રહ્યું હતું અને રોજ કરતાં વધારે પાર્સલો અહીંની માર્કેટમાંથી રવાના થયાં હતાં.

સહારા દરવાજા બહારથી સારોલી સુધીના વિસ્તારમાં મોટી મોટી 50 જેટલી માર્કેટો છે. વીસેક હજાર જેટલી દુકાનો આવેલી છે. આ વિસ્તારની એક મોટી માર્કેટોમાં આજે બપોરે વેપારીઓ અને મેનેજમેન્ટ વચ્ચે માર્કેટ ખોલવાના મુદ્દે માથાકૂટ થતાં પોલીસ આવી હતી. જોકે, બાદમાં સમાધાન થયું હતું અને માર્કેટ ખોલવામાં આવતાં વેપારીઓએ કામકાજ કર્યું હતું.

English summary
Surat: Textile traders staged a protest against the change in GST
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X