For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેલવે ભાડામાં વધારા મુદ્દે ઉદ્ધવ ઠાકરેનો યૂટર્ન

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 23 જૂનઃ રેલવે ભાડામાં કરવામાં આવેલા વધારાનો વિરોધ કરી રહેલા શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ યૂટર્ન લઇ લીધો છે. ઉદ્ધવે રેલવે ભાડામાં કરેલા વધારાના નિર્ણયનું ખુલ્લું સમર્થન કરતા કહ્યું છેકે રેલવે સફેદ હાથી થઇ ચૂક્યું છે અને તેને સંભાળવું સહેલું નથી. તેમણે એમ પણ કહ્યું કે, નરેન્દ્ર મોદી પાસે કોઇ જાદૂની છડી નથી કે તેઓ એક પળમાં બધુ જ ઠીક કરી નાંખે.

uddhav-thackeray-narendra-modi
તેમણે વધુમાં કહ્યું કે, સારા દિવસો આવશે, પરંતુ થોડો સમય લાગશે. નોંધનીય છેકે, આ પહેલા ઠાકરેએ કહ્યું હતું કે તે મોદીને મળીને રેલવે ભાડામાં કરવામાં આવેલા વધારાને પરત ખેંચવામાં આવે તેવી માંગ કરશે. ઠાકરેએ પાર્ટીના મુખપત્ર સામનાના સંપાદકીયમાં રેલવે ભાડામાં કરવામાં આવેલા વધારાના મોદી સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. ઠાકરેએ કહ્યું કે, મોદી સરકારથી જનતાને ઘણી જ આશાઓ છે. તેવામાં એવી અપેક્ષા કરવામાં આવે છેકે ભાડામાં કરવામાં આવેલો આ વધારો અંતિમ હશે.

સામનામાં લખવામાં આવ્યું છેકે રેલવેની હાલત ખરાબ છે, તે એક એવો સફેદ હાથી બની ગયું છે, જેને સંભાળવું મુશ્કેલ છે અને મોદી પાસે એવી કોઇ જાદૂની છડી નથી કે તેઓ 2 થવા પાંચ દિવસમાં બધુ ઠીક કરી નાખે. છેલ્લા 10 વર્ષોમાં યાત્રી ભાડામાં વધારો કરવામાં આવ્યો નથી અને યાત્રી ભાડામાં આપવામાં આવી રહેલી સબ્સિડીના કારણે મંત્રાલયને 28 હજાર કરોડ રૂપિયાનું નુક્સાન થઇ રહ્યું છે. તેવામાં યાત્રીઓને જો સુરક્ષા આપવી છે, સુવિધા આપવી છે અને એક યોગ્ય માહોલ બનાવવો છે તો ભાવ વધારાના ભારને ઉઠાવવો પડશે.

તેમણે એમ પણ કહ્યું કે, મુંબઇની વધેલી આબાદી, ટ્રેનોમાં વધતી ભીડ, ફેઇલ થતાં સિગ્નલ અને રેલવે સિસ્ટમની હાલત સુધારવા માટે આ ભાડું વધારવું જરૂરી હતું. એટલું જ નહીં વિશ્વની સામે સૌથી ખરાબ રેલવે સેવામાં સામેલ ભારતીય રેલવેના સ્તરને વધારવા માટે પણ ભાડું વધારવું જરૂરી હતું. સામનામાં મોદીના વખાણ કરતા કહેવામાં આવ્યું છેકે, મોદીના રાજમાં સારા દિવસો આવવાના છે અને તે આવશે, પરંતુ થોડોક સમય લાગશે. તેથી વિશ્વાસ રાખો. સાથે જ આ ભાડા વધારો અંતિમ હોય તેવી જનતાની પણ મોદી સરકારથી અપેક્ષા છે.

English summary
uddhav thackeray takes u turn on rail fair hike supports narendra modi in saamna editorial
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X