વહિદા રહેમાને લીધી જામનગરના મરિન નેશનલ ટાપુની મુલાકાત

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

વીતેલા વર્ષોના ખ્યાતનામ અને જાજરમાન અભિનેત્રી વહીદા રહેમાને જામનગર ના પ્રસિદ્ધ ખીજડિયા પક્ષી અભયારણ્ય અને નરારા ટાપુ ની મુલાકાત લીધી હતી, ફિલ્મી પરદે કલા ના કામણ પાથરતા આ અભિનેત્રી પીઢ વયે પણ પ્રવૃતિશીલ છે અન તેમને એ ફોટોગ્રાફર બની વાઇલ્ડલાઈફ તસવીરો કેમેરામાં કેદ કરી હતી, વહીદા રહેમાન ને વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફીનો શોખ હોવાથી તેઓ જામનગરમાં ખાસ ફોટોગ્રાફી માટે જ આવ્યા હતા.

waheeda rehman

જોકે વહીદા રહેમાન ની જામનગર ની મુલાકાત ખાનગી રાખવામાં આવી હતી. જામનગરની મુલાકાત સમયે વહીદા રહેમાન ના 7 જેટલા મિત્રો પણ તેમની સાથે રહ્યા હતા અને ફોટોગ્રાફી કરી હતી. નરારા ટાપુ પર હાજર અન્ય લોકો વહીદા રહેમાનને જોઈ રોમાંચિત થયા હતા અને વહીદા રહેમાન સાથે સેલ્ફી પડાવી હતી. વીતેલા સમય ની જાજરમાન અભિનેત્રી વહીદા રહેમાને આટલી જૈફ વયે દરિયા માં 7 કિલોમીટર ચાલીને ફોટોગ્રાફી કરી હતી. તેમને પેલિકન, ગ્રેટ કસ્ટેડ, ગ્રીડ જેવા પક્ષીઓની ફોટોગ્રાપી કરી હતી તેમજ સનસેટને પણ કેમેરેમાં કંડાર્યો હતો.

English summary
Waheeda Rehman jamnagar visit

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.