For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનમાં 4 બોમ્બ વિસ્ફોટ, 10થી વધુ મોત, 30 ઇજાગ્રસ્ત

By Super
|
Google Oneindia Gujarati News

pakistan-flag
કરાચી, 11 મેઃ પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ ડોનના હવાલાથી મળેવા સમાચાર અનુસાર કરાચીના એએનપી ઓફિસ નજીક થયેલા એક બોમ્બ વિસ્ફોટમાં 10 લોકો માર્યા ગયા છે અને 30થી વધારે લોકોને ઇજા પહોંચી છે. પેશાવરમાં થયેલા વિસ્ફોટમાં 4ના મોત નીપજ્યા છે. આ ઉપરાંત ક્વોટામાં પણ વિસ્ફોટ થયા હોવાના અહેવાલ છે.

નોંધનીય છે કે, ગત કાલે તાલિબાનીઓના એક પ્રમુખ કમાન્ડરે ઘમકી આપી હતી કે પાકમાં આ સામાન્ય ચૂંટણીનો વિરોધ કરવામાં આવશે અને તેને રોકવા માટે આત્મઘાતી હુમલાઓ કરવામાં આવશે.

આ ચૂંટણી પાકિસ્તાન માટે ઘણુ મહત્વ રાખે છે, કારણ કે આ પહેલી વાર છે કે જ્યારે કોઇ લોકતાંત્રિક સરકારે પોતાના પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. ચૂંટણીમાં નવાઝ શરીફની પાર્ટી જીતની મુખ્ય દાવેદાર માનવામાં આવી રહી છે. આ ચૂંટણી બાદ જ નિર્ણય કરવામાં આવશે કે પાકના પ્રધાનમંત્રી કોણ બનશે.

અત્રે નોંધનીય છે કે, પાકિસ્તાનના અસ્તિત્વ માટે મહત્વની એવી 12મી સંસદીય ચૂંટણી માટે આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. દેશભરના લગભગ 8 કરોડ 60 લાખ મતદારો રાષ્ટ્રીય ધારાસભાની 272 બેઠકોના ઉમેદવારો તેમજ ચાર પ્રાંતિય ધારાસભાઓની 572 બેઠકો માટેના પ્રતિનિધિઓને ચૂંટી કાઢવા તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

રાષ્ટ્રીય ધારાસભા તેમજ પ્રાંતિય વિધાનસભાઓની બેઠકો માટે કુલ 15,624 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. આમાં 1000 જેટલા અપક્ષ ઉમેદવારો છે. પાકિસ્તાનના માહિતી પ્રધાન આરીફ નિઝામીએ કહ્યું છે કે આ વખતની ચૂંટણી જરાય સામાન્ય પ્રકારની નથી. આ પાકિસ્તાનના અસ્તિત્વ માટેની લડાઈ છે. આ વખતે પહેલી જ વાર ચૂંટણી પંચને સ્વતંત્ર સત્તા આપવામાં આવી છે. ચૂંટણી મુક્ત, ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં યોજાય એવી આશા છે.

English summary
According to 'Dawn' news channel, 10 people died and more than 30 injured in a bomb blast in Karachi in pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X