For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાની ચેક પોસ્ટ પર આતંકી હુમલો, 35ના મોત

|
Google Oneindia Gujarati News

attack
ઇસ્લામાબાદ, 3 ફેબ્રુઆરી: પાકિસ્તાનમાં તાલિબાન આતંકવાદીઓએ શનિવારે એક સિક્યુરિટી ચેક પોસ્ટ પર હુમલો કરી દીધો. રિપોર્ટ અનુસાર હુમલો અને તેની જવાબી કાર્યવાહીમાં 35 લોકોના મોત થઇ ગયા છે જેમાં 13 સુરક્ષાકર્મીઓ, 12 આતંકવાદી અને 10 સામાન્ય નાગરિકનો સમાવેશ થાય છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના લકી મરવત જિલ્લામાં આવેલ સરાય નોરાંગમાં થયેલા આ હુમલાની જવાબદારી લીધી છે.

એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે આધુનિક હથિયારોથી સજ્જ ઘણા આતંકવાદીઓએ શનિવારે સવારે હુમલો કર્યો. તેમાંથી બે લોકોએ આત્મઘાતી જેકેટ પહેર્યું હતું. જવાબી કાર્યવાહીમાં 12 જેટલા આતંકવાદીઓ ઠાર મરાયા હતા. આ ઉપરાંત ફ્રંટિયર કોન્સ્ટેબલરીના છ જવાનો માર્યા ગયા છે.

બીજી બાજુ તાલિબાન પ્રવક્તા એહસાનુલ્લા એહસાને હુમલાને બદલાની કાર્યવાહી ગણાવી. તેણે જણાવ્યું કે અમેરિકન ડ્રોન હુમલામાં બે તાલિબાન કમાન્ડર માર્યા ગયા હતા જેના બાદ હુમલા થવા લાગ્યા. ઉપરાંત તેણે પાકિસ્તાની આર્મી પર ડ્રોન હુમલા કરાવવાનો આરોપ લગાવ્યો.

ડ્રોન હુમલા રોકવા સરકારની ફરજમાં આવે

લાહોર હાઇ કોર્ટનું કહેવું છે કે પાકિસ્તાનમાં અમેરિકન ડ્રોન હુમલને રોકવું સરકાર ફરજ ગણે છે. કોર્ટે જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિસ સઇદની ફરિયાદ પર સુનવણી દરમિયાન આ નિર્ણય સંભળાવ્યો છે. જોકે કોર્ટે એવો પણ નિર્ણય કર્યો કે અમેરિકાની સામે યુદ્ધનો આદેશ નથી આપી શકતો. કોર્ટે જણાવ્યું કે અમેરિકન ડ્રોન હુમલા પાકિસ્તાની નીતિની સામે છે પરંતુ કોર્ટ અમેરિકાની સામે યુદ્ધના આદેશ જારી નથી કરી શકતી.

English summary
23 killed in Taliban attack on Pakistani army post, 12 attackers also die.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X