એર ઇન્ડિયા વિશ્વની ત્રીજી સૌથી અસુરક્ષિત વિમાન કંપની

હેમ્બર્ગ સ્થિત જેટ એરલાઇનર ક્રેશ ડેટા ઇવેલ્યુશન સેન્ટર(જેએસીડીઇસી) દ્વારા તૈયાર 60 વિમાન કંપનીઓની એક યાદીમાં એર ઇન્ડિયા 58માં સ્થાન પર રાખવામાં આવ્યા છે.
જેએસીડીઇસી સુરક્ષા રેન્કિંગ 2012માં વિશ્વની સૌથી સુરક્ષિત વિમાન કંપની રહી છે ફિનએર. ત્યારબાદ ક્રમશઃ એર ન્યૂઝીલેન્ડ, કૈથે પેસેફિક અને એમીરેટ્સ. યાદીમાં ટોચ પર રહેલી નવ કંપનીઓમાંથી કોઇપણ કંપનીનું એકપણ વિમાન છેલ્લા 30 વર્ષમાં દુર્ઘટનાગ્રસ્ત નથી થયું. ઉત્તર અમેરિકાની એકપણ કંપની ટોચ 10માં નથી, પરંતુ તે નિકૃષ્ટ 10માં પણ નથી.












Click it and Unblock the Notifications
