For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકા : જ્યોર્જ ફ્લૉઇડના મૃત્યુના મામલે ટ્રાયલ શરૂ

આફ્રિકન મૂળના અમેરિકન નાગરિક જ્યૉર્જ ફ્લૉઇડના મૃત્યુના કેસમાં જેમની સામે આરોપ છે એ પૂર્વ પોલીસ કર્મચારી ડૅરેક શૉવિન સામે સોમવારથી સુનાવણી શરૂ થઈ છે. અનુમાન છે આ કેસમાં સુનાવણી ચાર અઠવાડિયાંમાં પૂર્ણ થઈ જશે.

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
એવો અનુમાન છે આ કેસમાં સૂનવણી ચાર અઠવાડિયામાં પૂર્ણ થઈ જશે.

આફ્રિકન મૂળના અમેરિકન નાગરિક જ્યૉર્જ ફ્લૉઇડના મૃત્યુના કેસમાં જેમની સામે આરોપ છે એ પૂર્વ પોલીસ કર્મચારી ડૅરેક શૉવિન સામે સોમવારથી સુનાવણી શરૂ થઈ છે. અનુમાન છે આ કેસમાં સુનાવણી ચાર અઠવાડિયાંમાં પૂર્ણ થઈ જશે.

સુનાવણી શરૂ થાય તેના અમુક કલાકો પહેલાં ફ્લૉઇડના પરિવારના સભ્યો અને મિત્રોએ મિનીપોલિસ શહેરમાં એક રેલી કાઢી હતી અને શાંતિસભાનું આયોજન કર્યું હતું.

વર્ષ 2020માં મે મહિનામાં મિનેસોટા રાજ્યના મિનીપોલિસનો એક વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં આરોપી પોલીસ કર્મચારી ડૅરેક શૉવિને પોતાના ઘૂંટણથી જ્યોર્જ ફ્લૉઇડનું ગળું દબાવતા જોઈ શકાતા હતા.

વીડિયોમાં ફ્લૉઇડ કહેતા સંભળાય હતા, ''પ્લીઝ, આઈ કાન્ટ બ્રીધ (હું શ્વાસ નથી લઈ શકતો).''

જોકે, શૉવિનએ ફ્લૉઇડને ન છોડ્યા અને નવ મિનીટ સુધી તેમનું ગળું દબાવી રાખ્યું.

આક્ષેપ છે કે તેના કારણે જ્યોર્જ ફ્લૉઇડનું મૃત્યુ થયું હતું પરતું શૉવિનની દલીલ છે કે તેઓ ગુનેગાર નથી.

વીડિયો વાઇરલ થયા બાદ આખા અમેરિકામાં વંશીય ભેદભાવ અને પોલીસની ક્રુરતા સામે હિંસક બનાવો શરૂ થઈ ગયા હતા. અમેરિકા ઉપરાંત આખી દુનિયામાં પણ 'આઈ કાન્ટ બ્રીધ' ના નેજા હેઠળ વંશીય ભેદભાવ ખતમ કરવા માટે મોટા પાયે વિરોધપ્રદર્શનો થયાં હતાં.

પ્રદર્શનો બાદ 45 વર્ષના ડૅરેક શૉવિન સામે પહેલાં થર્ડ ડિગ્રી અને બાદમાં સેકન્ડ ડિગ્રીની હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમની સામે બીજા પણ ત્રણ કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

શૉવિન ઉપરાંત ત્રણ પોલીસ કર્મચારીઓ સામે હત્યામાં મદદ કરવાનો અને તેમને ઉશ્કેરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.


ફ્લૉઇડના સમર્થનમાં રેલી

મિનીપોલિસમાં રેલીનું આયોજન કર્યું હતું. સાથે એક શાંતિ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

જ્યોર્જ ફ્લૉઇડને ન્યાય અપાવવા માટે પરિવારના સભ્યો અને મિત્રોએ સુનાવણી પહેલાં મિનીપોલિસમાં રેલીનું આયોજન કર્યું હતું. સાથે એક શાંતિબેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમય દરમિયાન ફ્લૉઇડના ભાઈ ટૅરેન્સે કહ્યું, "અમે ભગવાનથી ડરનારા લોકો છીએ. અમને ચર્ચમાં વિશ્વાસ છે. એટલા માટે સિસ્ટમ પાસે અમારી માગ છે કે ન્યાય મળે."

તેમના બીજા ભાઈ ફિલોનીસ ફ્લૉઇડે રવિવારે પત્રકારોને જણાવ્યું, "અત્યારે મારા હૃદયમાં એક મોટું છિદ્ર છે. તેને સાજું કરી શકાય નહીં. અમને જ્યોર્જ માટે ન્યાય જોઈએ છે. અમે હત્યા કરનાર લોકો માટે સજાની માગણી કરીએ છીએ."

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=YT84D2TlQPo

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
America: George Floyd's death trial begins
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X