બાંગ્લાદેશમાં બિલ્ડિંગ ધરાશય, 123 લોકોના મોત

ઢાકાની બહારના વિસ્તારમાં આવેલ રાણા પ્લાઝા ધ્વસ્ત થયું છે. જીવીત લોકોને કાટમાળ નીચેથી નિકાળવા માટે રાહત કાર્ય તથા બચાવકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આઠ માળની આ બિલ્ડિંગમાં ત્રણ કપડાની ફેક્ટરીઓ, એક બેંકની શાખા અને લગભગ 300 દુકાનો હતી.
સ્થાનિક લોકોનું કહેવું છે કે લગભગ 6000 લોકો આ બિલ્ડિંગમાં આવેલી ફેક્ટરીઓમાં કામ કરતા હતા. સવાર ક્ષેત્રના મદનીશ પોલીસ કમિશ્નર મોશીઉદ્દીન રજાએ જણાવ્યું હતું કે તેમને 76 લાશોને બહાર કાઢી હોવાની સૂચના મળી છે.
મોટાભાગની લાશોને એનામ મેડિકલ કોલેજમાં લાવવામાં આવ્યાં છે. રાહતકર્મીઓનું કહેવું છે ઓછામાં ઓછી વધુ ચાર લાશોને નજીકની હોસ્પિટલો અને સ્વાસ્થ કેન્દ્રોમાં લઇ જવામાં આવેલ છે.
ઔદ્યોગિક પોલીસના નિર્દેશક મુસ્તફીઝુર રહેમાને આ અકસ્માત માટે ગારમેન્ટ ફેક્ટરીના માલિકોને જવાબદાર ગણાવ્યાં છે. તેમને કહ્યું હતું કે બિલ્ડિંગમાં તિરાડોની અવગણના કરી લોકો પોતાની ફેક્ટરીઓ ચલાવતાં હતા. બચાવ તથા રાહત કાર્યો માટે સેનાના જવાનોને બોલાવવામાં આવ્યાં છે. દુર્ઘટનાના સમાચાર મળતાં જ વડાપ્રધાન શેખ હસીનાએ અધિકારીને તાત્કાલિક બચાવ અભિયાન શરૂ કરવાનું કહ્યું હતું.












Click it and Unblock the Notifications
