હવે ભાજપનું કદ વધારવા કેન્યા-આફ્રિકામાં પણ ખોલાશે શાખા

કેન્યામાં ઓવરસીઝ ફ્રેંડ્સ ઓફ બીજેપી(ઓએફબીજેપી)ના પ્રમુખ વિમલ ચડ્ઢાએ જણાવ્યું કે અમારી સંરચના અત્રે ખૂબ જ સારી છે અને અમે કેન્યાના દરેક પ્રમુખ શહેરમાં સમન્વયક નિમણૂંક કરી રહ્યા છીએ. આ લોકો ભાજપની વિદેશી ઓફીસમાં કામ કરશે. ચડ્ઢાએ જણાવ્યું કે પૂર્વી આફ્રીકન દેશોમાં ઓફીસ ખોલવાથી ભારત અને આ દેશોની વચ્ચે કૂટનીતિ સંબંધો મજબૂત થશે. ચડ્ઢા પોતે પાંચ વર્ષ સુધી નાકુરીએ મ્યૂનિસિપલ કાઉંસિલમાં કામ કરી ચૂક્યા છે.
ચડ્ઢાએ જણાવ્યું છે કે વિદેશોમાં સ્થિત પાર્ટીના કાર્યાલય અત્રે રહેતા ભારતીય મૂળના લોકોની સાથે સંવાદ સ્થાપિત કરવાનું સારુ માધ્યમ બની રહેશે. આનાથી તેમની સમસ્યાઓની જાણકારી મળી શકશે અને તેને નવી દિલ્હી સુધી પહોંચાડવામાં આવશે. ચડ્ઢાએ જણાવ્યું કે ભારત સાઉથર્ન આફ્રીકન ડેવલપમેંટ કમ્યુનિટીમાં પણ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે. ભાજપાના 32 દેશોમાં ઓફીસ છે. આ ઓફીસ આફ્રિકા, યૂરોપ અને અમેરિકા અને અન્ય ભાગોમાં છે.












Click it and Unblock the Notifications
