For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં મોદીને કાળા વાવટા બતાવી વિરોધ કરવાની તૈયારી

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 23 સપ્ટેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા પ્રવાસ દરમિયાન ઓબામા પ્રશાસન અને તેમના પ્રશંસકો દ્વારા જ્યાં ભવ્ય સ્વાગતની તૈયારીઓ જોર-શોર કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ વિરોધી સમૂહ તેમની ન્યૂયોર્ક અને વોશિંગ્ટન યાત્રા દરમિયાન વિરોધ રેલિયોની તૈયારી કરી રહ્યું છે. મોદી વિશેષ વિમાન એર ઇન્ડિયા વનથી 26 સપ્ટેમ્બરના રોજ ન્યૂયોર્ક પહોંચશે અને 30 સપ્ટેમ્બરના રોજ વોશિંગ્ટનથી સ્વદેશ પાછા આવશે. તેઓ 100 કલાકથી કંઇક વધારેની આ યાત્રામાં રાષ્ટ્રપતિ બરાક ઓબામાને મળવા, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના પહેલા ભાષણ આપવાની સાથે કુલ 50થી વધારે કાર્યક્રમમાં ભાગ લેશે.

હાલમાં જ રચવામાં આવેલ એલાયંસ ફોર જસ્ટિસ એંડ અકાઉંટેબિલિટીએ સોમવારે જાહેરાત કરી હતી કે તે મોદીને તે સમયે કાળા ઝંડા બતાવશે જ્યારે તેઓ 28 સપ્ટેમ્બરના રોજ ન્યૂયોર્કમાં મેડિસન સ્ક્વેર ગાર્ડન તરફ જશે. શીખ ફોર જસ્ટીસે પણ જાહેરાત કરી છે તે 30 સપ્ટેમ્બરના રોજ વ્હાઇટ હાઉસની સામે એક ગાર્ડમાં મોદીને આરોપિત કરવા માટે એક નાગરિક અદાલતમાં જશે.

modi
આ કામ એ સમયે કરવામાં આવશે, જ્યારે વડાપ્રધાન અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને તેમના ઓવલ ઓફિસમાં મુલાકાત કરી રહ્યા હશે. શીખ સમૂહ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદન અનુસાર, વ્હાઇટ હાઉસની સામે પ્રેસિડેંટ પાર્કમાં અભિયોગ લગાવવાની કાર્યવાહી ચલાવવા માટે કોર્ટ રૂમની એક પ્રતિકૃતિ બનાવવામાં આવશે.

એજેએમાં તેઓ ભારતીય અમેરિકન સંગઠન અને વ્યક્તિનો સમાવેશ થાય છે, જે કોએલિશન અગેન્સ્ડ જિનોસાઇડનો ભાગ રહ્યા હતા. સીએજીએ મોદીને ગુજરાતના મુખ્યમંત્રી રહેવા દરમિયાન અમેરિકાનો વિઝા નહીં આપવા માટે સફળતાપૂર્વક અભિયાન ચલાવ્યું હતું.

એજેએ તરફથી ગઇકાલે પોતાના સભ્યોને મોકલવામાં આવેલ સંદેશમાં કહેવામાં આવ્યું કે, 'યાત્રા પર આવી રહેલા વડાપ્રધાન મોદીને કાળા વાવટા બતાવવામાં આવશે.' સીએજીના સંસ્થાપક ડો. શેખ ઉબેદે જણાવ્યું કે 'એજેએ એ વ્યક્તિઓ અને સંગઠનોનું ગઠબંધન છે, જે ભારતમાં માનવાધિકારો અને ધાર્મિક સ્વતંત્રતા ઝડપથી હનન થવાને લઇને ચિંતિત છે.'

ઉબેદે જણાવ્યું કે આનો શરૂઆતી ઉદ્દેશ્ય નરેન્દ્ર મોદીની યાત્રા દરમિયાન ભારતની બહુલતા પ્રત્યે ઉત્પન્ન ખતરા તરફ ધ્યાન આકર્ષિત કરવાનું છે. ગઠબંધને ફેસબુક પોસ્ટમાં જણાવ્યું, 'આવો અમારી સાથે સામેલ થઇ જાવ, અમે નરેન્દ્ર મોદીની યાત્રાના વિરોધમાં 28 સપ્ટેમ્બરના રોજ ન્યૂયોર્ક સિટીના મેડીસન સ્ક્વેયર ગાર્ડનમાં ઊભા રહેશે.'

English summary
Black flag welcome: Protests await Indian Prime Minister Narendra Modi during US visit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X