બ્રહ્મપુત્રાનું પાણી ડાયવર્ટ કરવા ચીન બનાવશે સૌથી લાંબી સુરંગ

Written By:
Subscribe to Oneindia News

છેલ્લા કેટલાયે સમયથી ભારત અને ચીન વચ્ચે કોઇ ને કોઇ વાતે તાણદાયક પરિસ્થિતિ જોવા મળી છે. અનેક વિવાદો વચ્ચે હવે ચીન એક નવી જ તૈયારીમાં લાગી ગયું છે. ચીનની આ નવી યોજનાથી ચોક્કસ જ ભારતને હેરાનગતિ થશે. ચીન એક સુરંગ બનાવવાની યોજના બનાવી રહ્યું છે, તેની યોજના બ્રહ્મપુત્રાના પાણીની દિશા બદલાવાની પણ છે. ટીઓઆઇના અહેવાલો અનુસાર, ચીન પોતાના દેશના ઉત્તર-પૂર્વમાં બ્રહ્મપુત્રા નદીના પાણીને શિનજિયાંગ પ્રાંતના ઉજ્જડ વિસ્તારમાં ડાયવર્ટ કરવા માંગે છે.

China

વિશ્વની સૌથી લાંબી સુરંગ

આ માટે ચીન 1000 કિલોમીટર લાંબી સુરંગ બનાવવાની યોજના બનાવી રહ્યું છે. આ દુનિયાની સૌથી લાંબી સુરંગ હશે. ચીનની આ યોજના બંને દેશો વચ્ચે નવા વિવાદને જન્મ આપી શકે છે. ચીને હજુ સુધી આ યોજના પર કામ શરૂ નથી કર્યું, પરંતુ આ માટેનો અભ્યાસ શરૂ થઇ ચૂક્યો છે. ચીનના એન્જિયરો યારલુંગ જાંગ્બોનું પાણી તિબેટથી શિનજિયાંગ લઇ જવા માટેની ટેક્નિકનું પરીક્ષણ કરી રહ્યાં છે. એન્જિનિયરનું કહેવું છે કે, આ પ્રસ્તાવિત સુરંગ શિનજિયાંગના વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે. ચીનની આ નવી યોજનાથી તિબેટની પઠાર નદીનો પ્રવાહ પણ પ્રભાવિત થાય એવી શક્યતા છે. ચીન જો બ્રહ્મપુત્રાના પ્રવાહની દિશા બદલે તો, એને કારણે ભારતના ઉત્તર-પૂર્વ વિસ્તાર અને બાંગ્લેદેશમાં પાણીનો પ્રવાહ ખૂબ ઓછો થવાની કે પૂર આવવાની પણ શક્યતા છે.

English summary
china army project to divert brahmaputra river water. Read more detail here.
Please Wait while comments are loading...