For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓસામાની હવેલી પાસે મકાન લઇને રહેતાં હતા સીઆઇએ એજન્ટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

osama-bin-laden
ઇસ્લામાબાદ, 12 જુલાઇ: આતંકવાદી ઓસામા બિન લાદેનને મારવાનો રિપોર્ટ લીક થયા બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સીઆઇને લગભગ એક વર્ષથી શક હતો કે અહીં ઓસામા બિન લાદેન હોય શકે છે. જેથી સીઆઇએ એજન્ટ અબોટાબાદ સ્થિત હવેલીની આસપાસ પહેલાંથી હાજર હતા. અલ ઝઝીરા ચેનલ દ્વારા લીક કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર યૂએસએડના કર્મીઓએ તેની હવેલી પાસે એક મકાન ભાડે લીધું હતું.

ઓસામા બિન લાદેનને મારવા માટે ઓપરેશનની કાર્યવાહી 38 મિનિટ સુધી ચાલી હતી અને હેલિકોપ્ટરોને દિશા નિર્દેશ આપવા માટે સીઆઇએ એજન્ટ જમીન પર હાજર હતા. પાકિસ્તાન આર્મી બોર્ડ ઑફ ઇન્કવાયરી દ્વારા અબોટાબાદ આયોગ સમક્ષ આપેલી સાક્ષીમાં કહેવામાં આવ્યું હતું કે જમીન હાજર એજન્ટોએ ઓપરેશનને અંજામ આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જે ગત એક વર્ષથી ઓસામા બિન લાદેનની હવેલી પર નજર રાખતા હતા પરંતુ કોઇ નક્કર જાણકારી ન મળવાના કારણે કાર્યવાહી કરી શકતા ન હતા.

બીજી તરફ આ દરમિયાન ચારથી પાંચ લેંડ ક્રૂઝરોને પણ અબોટાબાદ જતાં જોયા હોવાની વાત કરવામાં આવી રહી છે અને સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેમાં સીઆઇએ એજન્ટ હોય શકે છે.

અમેરિકાએ લાદેન વિરૂદ્ધ ચલાવવામાં આવેલા કાર્યક્રમને એટલી ગોપનિયતાથી અંજામ આપ્યું કે તેની ગંધ પાક સરકારને પણ લાગી ન હતી. તો બીજી તરફ રિપોર્ટ અનુસાર ઓસામા બિન લાદેન ત્યાં ગત દસ વર્ષોથી રહેતો હતો. ઓસામા બિન લાદેનના ઘરમાં ટીવી જોવાની સખત મનાઇ હતી એટલુ જ નહી પરંતુ બાળકોને પણ ફૂલ-છોડની સંભાળમાં વ્યસ્ત રાખવામાં આવતા હતા.

English summary
According to the report of Al Jajeera chanel CIA agents were present near Osama's home to guide US Helicopters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X