For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વૅક્સિન : મૉડર્નાએ અમેરિકા અને બ્રિટન પાસેથી મોટા પાયે ઉપયોગ માટે મંજૂરી માગી

કોરોના વૅક્સિન : મૉડર્નાએ અમેરિકા અને બ્રિટન પાસેથી મોટા પાયે ઉપયોગ માટે મંજૂરી માગી

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
પ્રતીકાત્મક તસવીર

દવા કંપની મૉડર્નાએ કોરોના વાઇરસની રસીના મોટા પાયે ઉપયોગ માટે અમેરિકા અને યુરોપના નિયામકોની મંજૂરી માગી છે.

નિયામક એમઆરએનએ વૅક્સિનની ટ્રાયલ સાથે જોડાયેલા ડેડા જોશે અને એ નિર્ણય કરશે કે આ સુરક્ષિત છે કે નહીં.

તે એ પણ જોશે કે આને બધા પર ઉપયોગ માટે મંજૂરી અપાઈ શકે છે કે નહીં.

ક્લિનિકલ અધ્યયન એ દર્શાવે છે કે મૉડર્નાની રસી કોરોના સામેના બચાવમાં 94 ટકા સફળ છે.

ફાઇઝરે પણ અમેરિકાની મંજૂરી માટે અરજી કરી છે.

ફાઇઝરે પણ એવી જ રસી તૈયાર કરી છે, જે મૉડર્નાની રસીની જેમ જ ક્લિનિકલ અધ્યયનમાં અસરકારક સાબિત થઈ છે.


ટ્રાયલનો ડેટા

પ્રતીકાત્મક તસવીર

બ્રિટનના નિયામક પણ ફાયઝર તરફથી વિકસિત કરાયેલી રસી સંબંધિત ડેટાની સમીક્ષા કરી રહ્યા છે.

આ સિવાય ઑક્સફોર્ડ યુનિવર્સિટી તરફથી વિકસિત રસીના કટોકટીના ઉપયોગના નિર્ણયની પણ સમીક્ષા કરાઈ રહી છે.

મૉડર્નાએ કહ્યું કે તેમને બ્રિટનથી ઝડપથી મંજૂરી મળવાની આશા છે.

તેમની પાસે 30,000 વૉલિન્ટિયર પર કરાયેલી ટ્રાયલના ડેટા છે. તેમાં વધુ જોખમવાળા ઉંમરવાન લોકો પણ સામેલ હતા.

ટ્રાયલમાં તેમની ઉપર પણ રસી અસરકારક જણાઈ છે. આ ત્રણેય રસીની પોતપોતાની ખાસીયતો છે.


વૅક્સિનનો પ્રી-ઑર્ડર

https://www.youtube.com/watch?v=EsaxxhCV8Bw

ઑક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા તરફથી સંયુક્ત રીતે તૈયાર રસીની કિંમત મૉડર્ના અને ફાયઝરની રસીની તુલનામાં ઘણી ઓછી છે.

મૉડર્નાની રસની કિંમત 15 ડૉલર છે, તો ફાઇઝરની રસીની કિંમત 25 ડૉલર છે, જ્યારે એસ્ટ્રાજેનેકાની રસીની કિંમત માત્ર ત્રણ ડૉલર છે.

તેની વધુ એક ખાસીયત એ છે કે તેનું વિતરણ પણ સરળ છે, કેમ કે બહુ નીચા તાપમાનમાં રાખવાની જરૂર રહેતી નથી.

પણ આ ફાઇઝર અને મૉડર્નાની રસી કરતાં ટ્રાયલ દરમિયાન ઓછી અસરકારક સાબિત થઈ છે. આ રસી 62 ટકાથી 90 ટકા સુધી અસરદાર છે.


બ્રિટને ત્રણેય રસીનો પ્રી-ઑર્ડર આપ્યો છે-

https://www.youtube.com/watch?v=mBCdSGSttnI

• મૉડર્નાની 70 લાખ રસી

• ફાઇઝરની ચાર કરોડ રસી

• એસ્ટ્રાજેનેકાની દસ કરોડ રસી

યુનિવર્સિટી ઑફ રિડિંગના બાયૉમેડિકલ ટેકનૉલૉજીના ઍસોસિએટ પ્રોફેસર ડૉક્ટર ઍલેકઝાન્ડર એડવાર્ડ્ઝ કહે છે, "બેશક, આ એક મોટા સમાચાર છે. ટ્રાયલના જેટલા મોટા આંકડા આપણી પાસે હશે, આપણને એ વાતનો વિશ્વાસ હશે કે વૅક્સિન કોવિડ-19થી ગુમાવનારા જીવને બચાવી શકે છે."

https://www.youtube.com/watch?v=rFkthx_qhtU

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Corona vaccine: Moderna seeks approval from the US and Britain for large-scale use
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X