For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના કંટ્રોલમાં આવ્યા પછી જર્મનીમાં અચાનક કેમ મળ્યા 50000થી વધુ કેસ, સામે આવ્યુ મોટુ કારણ

એક એવો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યુ છે કે જર્મનીની અંદર કોરોના વાયરસના કેસોમાં અચાનક આટલો મોટો ઉછાળો આવવાનુ કારણ શું છે.

|
Google Oneindia Gujarati News

બર્લિનઃ જર્મનીમાં કોરોના વાયરસ જોરદાર કહેર વરસાવી રહ્યો છે અને ગુરુવારે દેશમાં સંક્રમણના 50 હજારથી વધુ નવા કેસ રેકૉર્ડ કરવામાં આવ્યા છે. 2020માં કોરોના વાયરસ મહામારીની શરૂઆત બાદથી જર્મનીમાં એક દિવસની અંદર સંક્રમણના કેસોની આ અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે. દર્દી વધવા સાથે જ હોસ્પિટલોમાં પણ સ્થિતિ બગડવા લાગી છે અને વિશેષજ્ઞોએ આને મહામારીની ચોથી લહેર ગણાવી છે. આ દરમિયાન એક એવો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યુ છે કે જર્મનીની અંદર કોરોના વાયરસના કેસોમાં અચાનક આટલો મોટો ઉછાળો આવવાનુ કારણ શું છે.

'કોરોના વાયરસના કેસોમાં ત્રણ ગણો વધારો'

'કોરોના વાયરસના કેસોમાં ત્રણ ગણો વધારો'

'ન્યૂયોર્ક ટાઈમ્સ'ના એક રિપોર્ટ મુજબ 'જર્મનીમાં હાલના અમુક સપ્તાહમાં કોરોના વાયરસના કેસોમાં ત્રણ ગણો વધારો થયો છે અને આનુ સૌથી મોટુ કારણ રસીકરણની ધીમી ગતિ છે. સંક્રમણના સૌથી વધુ કેસ એ લોકોમાં છે જેમણે કોરોના વાયરસની રસી નથી લગાવી. આ ઉપરાંત કોરોના વાયરસની ચપેટમાં આવનારા લોકોમાંથી લગભગ અડધા દર્દી વેંટીલેટર પર છે અને તેમને વેક્સીનનો એક પણ ડોઝ લગાવવામાં આવી શકાયો નથી.'

કોરોનાને કંટ્રોલ કરવામાં સફળ રહ્યુ જર્મની

કોરોનાને કંટ્રોલ કરવામાં સફળ રહ્યુ જર્મની

તમને જણાવી દઈએ કે આરકેઆઈ પબ્લિક હેલ્થ ઈન્સ્ટીટ્યુટના જણાવ્યા મુજબ ગુરુવારે જર્મનીમાં કોરોના વાયરસના 50196 નવા દર્દી મળ્યા અને 235 લોકોના મોત થયા. આ નવા આંકડા બાદ જર્મનીમાં કોરોના વાયરસથી મરનાર લોકોની સંખ્યા વધીને 97198 થઈ ગઈ છે. જર્મનીમાં કોરોના વાયરસના કેસોમાં અચાનક વધારો એટલા માટે પણ ચોંકાવે છે કારણકે આ દેશ દુનિયાના એ અમુક દેશોમાં શામેલ છે જે મજબૂત ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ પૉલિસીના દમ પર સંક્રમણને કંટ્રોલ કરવામાં સફળ રહ્યા હતા.

વૃદ્ધોમાં વધી રહ્યુ છે સંક્રમણનુ જોખમ

વૃદ્ધોમાં વધી રહ્યુ છે સંક્રમણનુ જોખમ

જો કે, હવે કોરોના વાયરસ રસીકરણની ધીમી ગતિ સહિત ઘણા એવા મોટા કારણ સામે આવ્યા છે જેના કારણે સંક્રમણના દૈનિક કેસોમાં વધારો થયો છે. રિપોર્ટ મુજબ કોરોના વાયરસની વેક્સીન ન લેનાર લોકોમાં દરેક ઉંમરના લોકો શામેલ છે અને યુવાનોમાં ઈમ્યુનિટી મજબૂત હોવાના કારણે તેમના કેસ ગંભીર કેટેગરીમાં જવાની સંભાવના નથી પરંતુ તે યુવાનોમાંથી વૃદ્ધ લોકોમાં સંક્રમણ ફેલાવાનુ જોખમ છે અને આવી સ્થિતિમાં રસી લગાવી ચૂકેલ લોકો પણ ગંભીર કેટેગરીના દર્દી બની શકે છે.

મહામારીની ચોથી લહેરની ચપેટમાં છે આપણેઃ એંજેલા માર્કેલ

મહામારીની ચોથી લહેરની ચપેટમાં છે આપણેઃ એંજેલા માર્કેલ

જર્મનીમાં કોરોના વાયરસથી બગડેલ પરિસ્થિતિ પર વર્તમાન ચાંસેલર એંજેલા માર્કેલે ગુરુવારે કહ્યુ, 'જે લોકોએ હજુ સુધી વેક્સીન લગાવી નથી, તેમણે એ સમજવુ જોઈએ કે સમાજમાં અન્ય લોકોની સુરક્ષા પણ તેમની જવાબદારી છે. આજે જર્મની કોરોના વાયરસ મહામારીની ચોથી લહેરની ચપેટમાં છે અને આપણે બધાએ આ સંકટ સામે લડવુ પડશે.'

English summary
Coronavirus cases suddenly rise in Germany, Know the reason
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X