મુશર્રફની રાજનૈતિક કારકિર્દી પર લાગ્યું આજીવન ગ્રહણ!

કોર્ટે આ નિર્ણય બાદ હવે મુશર્રફ પ્રાંતીય, નેશનલ એસેમ્બલી અને સેનેટની ચૂંટણી લડી શકશે નહીં. આ પહેલા 11 મેના રોજ યોજાનાર ચૂંટણીમાં તેઓ 4 સંસદીય બેઠક- ચિત્રાલ, કરાચી, કસૂર અને ઇસ્લામાબાદમાંથી ચૂંટણી લડવાનું મન બનાવી રહ્યા હતા, પરંતુ હવે તેઓ આવું કરી શકશે નહીં.
કોર્ટે ઓલ પાકિસ્તાન મુસ્લીમ લીગના અધ્યક્ષ મુશર્રફને 11 મેના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીમાં નજરકેદ રાખવાનો પણ આદેશ આપ્યો છે. જ્યારે ભુટ્ટો હત્યાકાંડ મામલામાં તેમને 14 દિવસની ન્યાયિક તપાસમાં મોકલી દેવામાં આવ્યા છે. તેમને ઇસ્લામાબાદના બાહરી વિસ્તાર શક શહઝાદમાં આવેલા તેમના ફાર્મહાઉસમાં રાખવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે તેમના ફાર્મહાઉસને પહેલેથી જ ઉપજેલ તરીકે જાહેર કરવામાં આવેલું છે. તપાસ પૂરી થયા બાદ એફઆઇએ તેમની ધરપકડ સમયમર્યાદા વધારવાની માગ નહી કરે. મામલાની સુનવણી હવે 14 મેના રોજ થવાની છે. પૂર્વ પ્રધાનમંત્રી બેનજીર ભુટ્ટોની ડિસેમ્બર 2007માં એક રેલી દરમિયાન હત્યા કરી દેવામાં આવી હતી. મુશર્રફ પર ભુટ્ટોને પૂરતી સુરક્ષા નહીં આપવાનો આરોપ છે.












Click it and Unblock the Notifications
