For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દાઉદ અને ISI પાકિસ્તાનમાં ટીવી ચેનલો શરૂ કરશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર : ભારતનો મોસ્ટ વોન્ટેડ ડી ગેંગનો વડો દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનની આઇએસઆઇ સંસ્થા સાથે હાથ મિલાવીને પાકિસ્તાનમાં સૌથી મોટી ટીવી ચેનલ્સ શરૂ કરવા જઈ રહ્યો છે. આ માટેની તમામ તૈયારીઓ પૂરી થઈ ચૂકી હોવાના અહેવાલ સૂત્રો તરફથી મળ્યા છે.

પાકિસ્તાની મીડિયાના ઉદારવાદી વલણથી પરેશાન આઇએસઆઈએ દાઉદીની મદદથી મીડિયામાં પોતાના એજન્ડાઓનો પ્રચાર કરવા એક ચેનલ જ શરૂ કરવાનું મન બનાવ્યું છે. સૂત્રો પાસેથી મળતા સમાચારો પ્રમાણે ડી કંપની અને આઇએસઆઈ સાથે મળીને બોલ ટીવી નામની ન્યૂઝ ચેનલ શરૂ કરશે. દાઉદનો સાગરીદ છોટા શકીલ આ માટે પોતે જાણીતા પત્રકારોને મળ્યો હતો.

dawood-ibrahim

દાઉદનો પ્લાન માત્ર ન્યુઝ ચેનલ શરૂ કરવાનો નથી. આ સાથે તે એન્ટરટેઇનમેન્ટ ચેનલ, મૂવી ચેનલ અને સ્પોર્ટ્સ ચેનલ પણ શરૂ કરશે. આ ઉપરાંત તે પબ્લિકેશન હાઉસ પણ શરૂ કરશે. આ તમામ યોજનાઓ માટે દાઉદે પોતાની તિજોરી ખુલ્લી કરી છે. આ ચેનલમાં કામ કરાનારા પત્રકારોને મોંઘી ગાડીઓ, ઘર અને ઉંચી સેલરી ઓફર કરવામાં આવી રહી છે. એટલું જ નહીં જાણીતા એંકર અને પત્રકારોને બોડીગાર્ડ પણ આપવામાં આવશે.

હાલમાં પાકિસ્તાનની ત્રણ મોટી ન્યૂઝ ચેનલ બંધ થયા છે, ત્યારે નવી ચેનલના સમાચારે મીડિયા જગતમાં ભારે જીજ્ઞાસા સર્જી છે. બોલ ટીવી દ્વારા દાઉદ જીઓ ટીવીની જગ્યા લેવા માંગે છે. જિઓ ટીવીના હેડને અંદાજે એક કરોડની સેલરી ઓફર કરાઈ છે. ડિસેમ્બરમાં આ ચેનલ લોન્ચ થવાનો અંદાજ છે.

ચેનલ સાથે જોડાયેલ અન્ય કંપનીઓ અંગે પણ ઘણા પ્રશ્નાર્થ થઈ રહ્યા છે. ચેનલની ઓફિશિયલ સ્પોન્સર એક્ઝેટ નામની કરાંચીની ઓનલાઇન કંટેટ કંપની છે. આ કંપની પર પોર્ન સાઇટ્સ ચલાવવાનો અને નકલી ડિગ્રી વેચવાનો આરોપ છે. એક્ઝેટ આઇએસઆઇની નજીક છે અને તેની સાઇબર એક્ટિવીટી સંભાળતી હોવાના સમાચારા છે. બોલ ટીવી હાલમાં ઇન્ફોટેઇનમેન્ટ તરીકે શરૂ થશે. ત્યાર બાદ તે સ્પોર્ટ્સ ચેનલ લાવશે.

English summary
Dawood and ISI setting up TV channel in Pakistan : source
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X