ઇરાન-ઇરાકની સીમામાં ભૂંકપના કારણે 140 લોકોની મોત, 300 ઇજાગ્રસ્ત

Posted By:
Subscribe to Oneindia News

ઇરાન ઇરાકની બોર્ડરની આસપાસના વિસ્તારમાં રવિવાર મોડી રાતે તીવ્ર ભૂંકપ અનુભવાયો હતો. જેમાં 140થી વધુ લોકોની મોત થઇ છે તેમ જાણવા મળ્યું છે. અને 300 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇરાનના અધિકારીઓએ આપેલી જાણકારી મુજબ ભૂકંપની અનેક વિસ્તારોમાં જાનમાલને ભારે નુક્શાન થયું છે. ઇરાનના અધિકારીઓએ 140 લોકોના મોતની વાત કરી છે અને આ નંબર વધવાની આશંકા પણ વ્યક્ત કરી છે. યુએસના જિયોલોજિકલ સર્વેનું કહેવું છે કે ઇરાન અને ઇરાકના સીમાડાના વિસ્તારમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

earthquake

ઇરાનના સરકારી મીડિયાએ જણાવ્યું કે હાલ ફસાયેલા લોકો બહાર નીકાળવામાં આવે છે. અનેક જગ્યાએ વિજળી પણ જતી રહી છે. અને હજી પણ અનેક લોકો કાટમાળ નીચે દબાયેલા છે. ઇરાકી કુર્દિસ્તાનમાં પણ ભૂકંપના ઝટકા પછી અનેક લોકો તેમના ઘરની બહાર નીકળી આવ્યા હતા. જો કે ઇરાન -ઇરાક વચ્ચે કેટલું જાનમાલનું નુક્શાન થયું છે તે અંગે કોઇ હજી સ્પષ્ટ આંકડા બહાર નથી આવ્યા પણ તીવ્ર ભૂકંપના કારણે મોટું નુક્શાન થયું છે તે વાત જાણવા મળી છે. અને હાલ ત્યાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

English summary
Earthquake of 7.2 magnitude hits Iraq-iran border.Read more on this news here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.