For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો: ચીનમાં બાળકોને જન્મ આપવાના કડક નિયમો

|
Google Oneindia Gujarati News

ગુરૂવારે ચીનની રાજધાની બૈજિંગમાંથી ચીનના કપલ્સ માટે એક ગુડ ન્યૂઝ હતા. જી હા, વર્ષ 1979થી ચીનમાં "વન ચાઇલ્ડ પોલિસી" ચાલી રહી હતી, જેના કારણે ચીનની સરકારે ઘણી આલોચનાનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે હવે ચીનની સરકારે તે પોલિસીને ખત્મ કરવાનો નિર્ણય કર્યો છે.

હવે જ્યારે વન ચાઇલ્ડ પોલિસીને ખત્મ કરવાનું એલાન થઇ ચૂક્યુ છે, ત્યારે સહજ વાત છેકે આગામી દશકોમાં ચીન એક મોટા પરિવર્તન તરફ આગળ વધશે.

ચીન દુનિયાનો એવો દેશ છેકે જે વિકાસ તો કરી રહ્યો છે, પરંતુ અહીં યુવા શક્તિ જે રીતે ઓછી થઇ ગઇ તે તેના વિકાસ માટે નકારાત્મક મુદ્દો બની ગયો. જી હા, ચીન દુનિયાનો સૌથી ઘરડો દેશ બની ગયો છે.

જ્યારે ચીનમાં હવે આ પોલિસીને ખત્મ કરવામાં આવી છે, ત્યારે આવો તમને જણાવીએ આ પોલિસી સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.

વર્ષ 1979માં પોલિસી બનાવવામાં આવી

વર્ષ 1979માં પોલિસી બનાવવામાં આવી

ચીનમાં આ પોલિસીની શરૂઆત વર્ષ 1979માં તે સમયના નેતા ડેંગ જિયોઓપીંગ તરફથી કરવામાં આવી હતી. ડેંગને ચીનમાં આર્થિક શરૂઆતના જન્મદાતા માનવામાં આવે છે. તેઓએ માઓની ઇચ્છા વિરૂદ્ધ જઇને આ પોલિસીનું સમર્થન કર્યું હતુ. માઓના મોતના ત્રણ વર્ષ બાદ આખરે તેમણે આ પોલિસીને લાગુ કરી દીધી.

પુરસ્કાર મળે છે

પુરસ્કાર મળે છે

જે પરિવારો આ પોલિસીનું પાલન કરતા હતા તેમને આર્થિક રીતે પુરસ્કૃત કરવામાં આવતા હતા. સારૂં શિક્ષણ અને સારી રોજગારી મળતી હતી. સાથે જ તેમના પરિવારોને સરકારી લોન પણ સરળતાથી મળતી હતી.

ઉલ્લંઘન પર સજા

ઉલ્લંઘન પર સજા

જે પરિવારો સરકારની આ પોલિસીનું પાલન ન હતા કરતા તેમની પાસેથી દંડ વસુલવામાં આવતો હતો. તેમને સરકારી નોકરીમાંથી હટાવી દેવામાં આવતા હતા. અને સરકારી કોઇ મદદ નહોતી મળતી.

શહરી કપલ્સ માટે કડક વલણ

શહરી કપલ્સ માટે કડક વલણ

ચીનની આ પોલિસીનો ચીનના એક સાંસ્કૃતિક સમૂહ હૈન ચાઇનીઝ પર સખ્તાઇથી અમલ કરવામાં આવ્યો હતો. દેશની પછાત જાતિઓ પર આ પોલિસીનો અમલ ન હતો.

પેહલુ બાળક દિકરી, તો બીજા સંતાનની પરવાનગી

પેહલુ બાળક દિકરી, તો બીજા સંતાનની પરવાનગી

આ પોલિસી અનુસાર ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી હૈન ચાઇનીઝ સમૂહમાં પેહલુ સંતાન જો દિકરી હોય તો, તેઓ બીજા સંતાન માટે અપ્લાઇ કરી શક્તા હતા.

અપવાદ

અપવાદ

જો પહેલુ બાળક જન્મ સમયે કોઇ વિકારથી ગ્રસ્ત હોય તો તેવી પરિસ્થિતિમાં કપલ્સને બીજા બાળકની પરવાનગી આપવામાં આવતી હતી.

વર્ષ 1979માં જનસંખ્યા

વર્ષ 1979માં જનસંખ્યા

જે સમયે ચીનમાં આ પોલિસીની શરૂઆત કરવામાં આવી હતી, તે સમયે ચીનમાં જનસંખ્યા લગભગ 972 મિલિયન હતી. વર્ષ 2012માં ચીનની જનસંખ્યા 1.343 બિલિયન હતી.

જીરો પોપ્યુલેશન ગ્રોથ

જીરો પોપ્યુલેશન ગ્રોથ

જો ચીનમાં આ પોલિસી હજી પણ લાગુ રહે તો, વર્ષ 2025 સુધી ચીનનો પોપ્યુલેશન ગ્રોથ ઝીરો રહેશે.

મહિલા-પુરૂષો

મહિલા-પુરૂષો

ચીનમાં 113 પુરૂષોની સરખામણીમાં 100 મહિલાઓ છે.

બીજા બાળક માટે ચાર વર્ષનો સમયગાળો

બીજા બાળક માટે ચાર વર્ષનો સમયગાળો

જે કપલ્સને ચીનમાં બીજા બાળકની પરવાનગી મળે છે, તે કપલ્સે પહેલા બાળકના પેદા થયા બાદ 4 વર્ષ સુધી રાહ જોવી પડે છે.

English summary
Facts you should know about China One Child Policy. China has finally decided to end this more than three decades old policy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X